Gujarat Bypoll 2019: ભાજપ અને કોંગ્રેસમાં ટિકિટ વિતરણને લઈને નારાજગી

08 October, 2019 05:24 PM IST  |  અમદાવાદ

Gujarat Bypoll 2019: ભાજપ અને કોંગ્રેસમાં ટિકિટ વિતરણને લઈને નારાજગી

ટિકિટને લઈને ભાજપ-કોંગ્રેસમાં કલહ

ગુજરાતની છ વિધાનસભા બેઠકો પર થનારી પેટાચૂંટણીના પ્રચાર દરમિયાન ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસમાં ટિકિટ વિતરણને લઈને નારાજગી સપાટી પર આવી ગઈ છે. પૂર્વ મંત્રી શંકર ચૌધરીને ટિકિટ ન મળવાથી નારાજ ચૌધરી સમાજ થરાદ, રાધનપુર અને બાયડમાં ભાજપની મુશ્કેલી વધારી શકે છે, ત્યાં જ આંતરિક ખેંચતાણ સાથે ઝઝૂમી રહેલી કોંગ્રેસ ડેમેજ કંટ્રોલના સહારે મેદાનમાં છે.

અમદાવાદની અમરાઈવાડી સહિત ગુજરાતની છ વિધાનસભા બેઠકો પર આગામી 21 ઑક્ટોબરે મતદાન થશે. ભાજપ અને કોંગ્રેસમાં ટિકિટ વિતરણ સાથે જ જૂથબંધી સપાટી પર આવી ગઈ છે. પૂર્વ મંત્રી શંકરભાઈ ચૌધરીને રાધનપુર કે થરાદથી ટિકિટ મળવાનું નક્કી માનવામાં આવી રહ્યું હતું, પરંતુ જણાવવામાં આવી રહ્યું છે કે મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તક્ષેપના કારણે ચૌધરીનું પત્તુ કપાઈ ગયું. ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતૂ વાઘાણી પણ ચૌધરીના સંગઠનમાં પોતાનો પ્રતિદ્વંદી માને છે, એટલે આ મુદ્દા પર તેમણે પણ નીતિન પેટલનો સાથ આપ્યો જેનાથી ચૌધરીનું પત્તું કપાઈ ગયું.

દીવાળી બાદ ગુજરાત સરકારના મંત્રીમંડળો વિસ્તાર થવાની પણ સંભાવના છે. અલ્પેશ અને શંકર ચૌધરી બંને મંત્રી પદની રેસમાં હતા, પરંતુ હવે ચૌધરીનું પત્તું કપાઈ ગયું જેનાથી તેના સમર્થક થરાદ અને રાધનપુરમાં ભાજપની મુશ્કેલી વધી શકે છે. ત્યાં જ, થરાદમાં સોમવારે સાંજે આયોજિત સભામાં ઓછી હાજરી જોઈને પ્રચાર કરવા માટે પહોંચેલા સાંસદ પરબતભાઈ પટેલ ભડકી ગયા.

બાયડ બેઠક પર એનસીપી પ્રમુખ શંકર સિંહ વાઘેલાના પુત્ર અને પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર સિંહ વાઘેલા ભાજપના ઉમેદવારોનો ખેલ બગાડી શકે છે. અલ્પેશના નજીકના ગણાતા ધવલ સિંહ ઝાલા અહીં ભાજપની ટિકિટ પરથી મેદાનમાં છે. મહેન્દ્ર ખુદ અહીંથી ચૂંટણી લડાવવા ઈચ્છતા હતા.

ત્યાં જ, ટિકિટ વિતરણને લઈને કોંગ્રેસમાં પણ સમસ્યા છે. અમદાવાદની અમરાઈવાડી બેઠકને લઈને વરિષ્ઠ મુસ્લિમ નેતા બદરુદ્દીન શેખે તો ખેરાલૂથી ટિકિટ ન મળવાના કારણે કોંગ્રેસના પ્રવક્તા જયરાજ સિંહ પરમાર નારાજ થઈ ગયા. સાથે જ સોશિયલ મીડિયામાં કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાની સામે પોસ્ટ કરવા બદલ પાર્ટીએ મીડિયા સેલના સભ્ય જયેશ ગેડિયાને પાર્ટીમાંથી જ કાઢી મુક્યા.

આ પણ જુઓઃ શું તમને ખબર છે આ ગુજરાતીઓ રહી ચુક્યા છે 'બિગ બૉસ'ના ઘરમાં!

ચાવડાના વિરોધી કોંગ્રેસના હાઈકમાન્ડ સુધી સંદેશ મોકલીને કહ્યું કે ચાવડાના નેતૃત્વમાં પાર્ટીના સાત ધારાસભ્યો અલગ થઈ ગયા. જીતીને પણ 11 જિલ્લા પંચાયતોમાં કોંગ્રેસ પોતાના પ્રમુખ ન નિયુક્ત કરી શકી અને ભાજપે તેના પર કબજો જમાવી લીધો. 16 નગરપાલિકા અને વડોદરા મહાનગર પાલિકામાં પણ કોંગ્રેસ સાથે એવું જ થયું. મતદાનના કેટલાક દિવસો પહેલા મચેલું ઘમાસાણ નવા રાજનૈતિક સમીકરણોની તરફ પણ ઈશારો કરે છે.

Gujarat BJP Gujarat Congress