પિતાની આંખોની સામે સુરતના એક જ પરિવારના 3 યુવાનો નદીમાં ડૂબ્યા

18 November, 2019 09:28 AM IST  |  Bharuch

પિતાની આંખોની સામે સુરતના એક જ પરિવારના 3 યુવાનો નદીમાં ડૂબ્યા

પ્રતીકાત્મક તસવીર

પોઈચા ખાતે નારાયણબલિ કરવા ગયેલા સુરતના એક જ પરિવારના ત્રણ ભાઈઓ નર્મદા નદીમાં સ્નાન દરમિયાન ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા. નર્મદા નદીમાં ડૂબેલા ત્રણે યુવાનોની સ્થાનિક તરવૈયા અને રેસ્ક્યુ ટીમ દ્વારા શોધખોળ ચાલી રહી છે.

પોઈચા ખાતે નર્મદા નદીના કિનારે બ્રાહ્મણો દ્વારા અનેક વિધિ કરવામાં આવે છે. ત્યારે આજે સુરત અડાજણના રહેવાસી બે સગા ભાઈ સુરેશ જોષી અને દીપક જોષી તેમના પરિવાર સાથે નર્મદા નદીના પોઈચા કિનારે ત્રિવેણી સંગમ ખાતે નારાયણબલિની વિધિ કરાવવા માટે પોતાના પરિવાર સાથે આવ્યા હતા.

બ્રાહ્મણ દ્વારા નારાયણબલિની વિધિ કરાવ્યા બાદ પિંડદાન માટે નર્મદા નદીમાં ત્રિવેણી સંગમ ખાતે સહપરિવાર ગયા હતા. જ્યાં બપોરે ધાર્મિક વિધિ પત્યા બાદ પિંડદાન કર્યું હતું. આ વિધિ બાદ બન્ને ભાઈઓના ૩ છોકરાઓ પરિવાર સાથે નહાવા પડ્યા હતા. ત્યારે અચાનક એક છોકરો બચાવો બચાવોની બૂમો પાડતાં ડૂબતો હતો. તેને બચાવવા માટે બીજા પણ છોકરાઓ ગયા હતા. તેઓ પણ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.

આ પણ વાંચો : હૉસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટે બે મહિલા ગાર્ડને ચુંબન કરતાં ફરિયાદ નોંધાઈ

પિતાની આંખોની સામે એક જ પરિવારના ૩ યુવાનો નર્મદા નદીમાં ડૂબી ગયા હતા. આ બનાવમાં નિમેશભાઈ જોશી (ઉં.વ.૨૮) રહે. અડાજણ, વૈભવ જોશી (ઉં.વ.૨૫) બન્ને સગા ભાઈ અને પિતરાઈ ભાઈ રવિ જોશી (ઉં.વ.૨૧) એલપી અવનિ રાજ કૉર્નર ખાતે રહેતા હતા. અહીં ધાર્મિક વિધિ માટે આખો પરિવાર અહીં આવ્યો હતો અને આ ૩ યુવાનો ઊંડા પાણીમાં ડૂબી લાપતા થતાં સમગ્ર પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. રાજપીપળા ટાઉન પીઆઇ અને તેમની ટીમ ઘટનાની જાણ થતાં જ સ્થળે પહોંચી ગઈ.

gujarat