વાહનમાલિકોએ પસંદગીનો નંબર મેળવવા અધધધ... 300 કરોડથી વધુ ચૂકવ્યા

16 December, 2019 10:37 AM IST  |  Ahmedabad

વાહનમાલિકોએ પસંદગીનો નંબર મેળવવા અધધધ... 300 કરોડથી વધુ ચૂકવ્યા

પ્રતીકાત્મક તસવીર

ગુજરાતીઓ વાહન રજિસ્ટ્રેશન માટે પસંદગીના નંબરો લેવા કરોડો રૂપિયા ખર્ચી રહ્યા છે. વાહનચાલકોએ પસંદગીના નંબર મેળવવા માટે છેલ્લાં પાંચ વર્ષમાં રૂપિયા ૩૦૦ કરોડ ૬૦ લાખ રૂપિયાથી વધુ રકમ ખર્ચી હતી.

તાજેતરમાં વિધાનસભામાં રજૂ થયેલી વિગતો અનુસાર જુલાઈ-૨૦૧૪થી જૂન-૨૦૧૯ની વચ્ચે પાંચ વર્ષમાં વાહનો માટે પસંદગીના નંબર મેળવવા માટે કુલ ૧૨,૩૬૮૧૮ નાગરિકોએ અરજી કરી હતી, જેમાંથી ૧૧,૭૦૮૬૮ નવા રજિસ્ટ્રેશનમાં માગણી અનુસાર હરાજીથી પસંદગીના નંબર ફાળવ્યા હતા, જેના પેટે સરકારને રૂપિયા ૩૦૦ કરોડની આવક થઈ હતી. આરટીઓ દ્વારા હરાજીથી રજિસ્ટ્રેશન નંબર વેચીને થતી કમાણીમાં વર્ષ ૨૦૧૮-૧૯માં મંદીની અસર દેખાઈ છે. વર્ષ ૨૦૧૪-૧૫માં ૨૨૦,૯૮૭ વાહનોને પસંદગીનો નંબર ફાળવતા સરકારને રૂપિયા ૫૧ કરોડ ૭૬ લાખની આવક થઈ હતી. ત્યાર પછી વર્ષ ૨૦૧૫-૧૬માં બે લાખ ૩૧ હજાર વાહનોને પસંદગીનો નંબર ફાળવતા ૫૭.૪૯ કરોડ અને વર્ષ ૨૦૧૬-૧૭માં બે લાખ ૪૧ વાહનને પસંદગીનો નંબર ફાળવતા ૬૧ કરોડ ૪૯ લાખ રૂપિયાની આવક થઈ હતી. જ્યારે વર્ષ ૨૦૧૭-૧૮માં વાહનોની સંખ્યા વધીને બે લાખ ૪૯ હજાર પસંદગીના નંબર ફાળવવા પેટે ૬૫ કરોડ ૫૪ લાખ રૂપિયાની આવક થઈ હતી.

આ પણ વાંચો : BRTS કૉરિડોરમાં ઘૂસતાં વાહનોને રોકવા 25 જગ્યાએ સ્વિંગ ગેટ લગાવ્યા

જોકે ત્યાર પછીના વર્ષમાં પસંદગીનો નંબર માગનારાઓની સંખ્યા અને આવક વધવાને બદલે ઘટી છે. વર્ષ ૨૦૧૮-૧૯માં બે લાખ ૨૬ લાખ વાહનચાલકોએ પસંદગીના નંબર માટે ૬૪ કરોડ ૧૮ લાખ રૂપિયા જ ચૂકવ્યા છે.

ahmedabad gujarat