સરકારનો ખુલાસો, એક અઠવાડિયામાં ૧૫૦૦ જગ્યા માટે ભરતી બહાર પડશે

15 December, 2019 09:46 AM IST  |  Mumbai Desk

સરકારનો ખુલાસો, એક અઠવાડિયામાં ૧૫૦૦ જગ્યા માટે ભરતી બહાર પડશે

રાજ્યના ઊર્જા વિભાગમાં સરકારી નોકરીની ભરતી માટે પરીક્ષાની જાહેરાત કર્યા બાદ અચાનક જ આ પરીક્ષા રદ કરવામાં આવી હતી. સરકારની વીજ કંપનીએ વીજ સહાયક અને જુનિયર એન્જિનિયરોની ભરતી પરીક્ષા રદ કરી હતી. આ ભરતી પરીક્ષા ૧૫૦ એન્જિનિયરો અને ૭૦૦થી વધુ ક્લર્ક માટેની હતી. જોકે આ પરીક્ષા રદ જાહેર કર્યા બાદ સરકારના ઊર્જા વિભાગે મોટો ખુલાસો કર્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ સરકાર આગામી એક સપ્તાહમાં જ ઊર્જા વિભાગની પરીક્ષા જાહેર કરશે અને આર્થિક અનામતના અમલ સાથે બમણી ભરતી કરવામાં આવશે.

પ્રાપ્ત અહેવાલો મુજબ જૂની ભરતીમાં ૮૫૦ જગ્યાઓ માટે પરીક્ષા યોજાનાર હતી, હવે ૧૫૦૦થી વધુ જગ્યાઓ માટે જાહેરાત બહાર પડશે. નવી ભરતીમાં ઇ.ડબલ્યુ. એસ. (આર્થિક અનામત)નો અમલ કરાશે. આ ભરતીમાં જુનિયર એન્જિનિયરની પોસ્ટ માટે માટે લઘુતમ લાયકાત ૫૫ ટકા કરવામાં આવી છે, જ્યારે વીજ સહાયક માટે એન્જિનિયરિંગના સ્નાતક માટે ૫૫ ટકા અને ક્લર્કમાં સ્નાતક માટે ૫૫ ટકાનું ધોરણ નિયત કરાયું છે. વીજ કંપની દ્વારા જાહેરાત બાદ એક મહિનાની અંદર પરીક્ષા લેવાશે.
સરકારી કંપની પીજીવીસીએલ, ડીજીવીસીએલ, એમજીવીસીએલ માટે ૧૫૦ એન્જિનિયરો અને ૭૦૦થી વધુ ક્લર્કની પરીક્ષા રદ કરવામાં આવી છે. આની ભરતીનાં ફોર્મ વર્ષ ૨૦૧૮ના જુલાઈ મહિનામાં ભરાવ્યાં હતાં જે માટે દરેક ઉમેદવારો પાસેથી ૫૦૦ રૂપિયા લીધા હતા. ભરતી રદના મૅસેજમાં અેવું પણ જણાવવામાં આવ્યું છે કે પરીક્ષા ફોર્મ સમયે ભરવામાં આવેલી ફી રિફન્ડ મળશે. આ અંગેની વધુ માહિતી માટે તમારે વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે. થોડા જ સમયમાં આ અંગેની બીજી જાહેરાત પણ બહાર પાડવામાં આવશે.


સીટ આજે સીએમને આપશે તપાસ રિપોર્ટ, પરીક્ષા રદ થશે?: બિન-સચિવાલય પરીક્ષામાં મોબાઇલથી પેપર લીક થયાની ચર્ચા

ગાંધીનગર : બિન-સચિવાલય ક્લાર્ક ભરતી માટેની લેખિત પરીક્ષામાં ગેરરીતિના મામલે તપાસ માટે રચાયેલી સીટને એવા પુરાવા મળ્યા હોવાના અહેવાલ છે કે આ પરીક્ષાનું પેપર મોબાઇલ ફોનથી લીક કરવામાં આવ્યું છે. સીટ દ્વારા આજે રવિવારે સીએમ વિજય રૂપાણીને અહેવાલ આપવાનો છે ત્યારે જો એમાં તથ્ય હોય તો હવે આ પરીક્ષા રદ કરાશે કે કેમ એવો સવાલ પણ ઉમેદવારોમાં વહેતો થયો છે.
સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે સનદી અધિકારી કમલ દયાણીની અધ્યક્ષતામાં ૩ સભ્યોની તપાસ સમિતિએ આ પરીક્ષામાં કોઈ ગેરરીતિ થઈ છે કેમ અને થઈ હોય તો કઈ રીતે અને એમાં કોણ-કોણ સંડોવાયેલા અને ગેરરીતિ થઈ હોય તો પરીક્ષા રદ કરીને નવેસરથી લેવાની જાહેરાત કરી હતી.
સૂત્રોએ કહ્યું કે સીટ દ્વારા તપાસ હાથ ધરાઈ ત્યારે તેમને એવા પુરાવા મળ્યા કે મોબાઇલ ફોન દ્વારા પેપર લીક થયાનું બહાર આવ્યું છે. સીટ તેમનો તપાસ રિપોર્ટ આવતી કાલે સીએમને આપવાના છે ત્યારે એમાં જો આ બાબતનો ઉલ્લેખ હશે તો સરકારે અગાઉ કરેલી જાહેરાત અને આંદોલનકારી ઉમેદવારોને આપેલી ખાતરી પ્રમાણે પરીક્ષા રદ કરવાનું પગલું ભરીને પ્રામાણિક ઉમેદવારોને ન્યાય આપશે કેમ એની પણ ચર્ચા થઈ રહી છે. દરમ્યાનમાં રાજ્યના ઊર્જા વિભાગમાં સરકારી નોકરીની ભરતી માટે પરીક્ષાની જાહેરાત કર્યા બાદ અચાનક જ આ પરીક્ષા રદ કરવામાં આવી હતી. સરકારની વીજ કંપનીએ વિદ્યુત સહાયક અને જુનિયર એન્જિનિયરોની ભરતી પરીક્ષા રદ કરી હતી. આ ભરતી પરીક્ષા ૧૫૦ એન્જિનિયરો અને ૭૦૦થી વધુ ક્લાર્ક માટેની હતી. જોકે, આ પરીક્ષા રદ જાહેર કર્યા બાદ સરકારના ઊર્જા વિભાગે મોટો ખુલાસો કર્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ સરકાર આગામી એક સપ્તાહમાં જ ઊર્જા વિભાગની પરીક્ષા જાહેર કરશે અને આર્થિક અનામતના અમલ સાથે બમણી ભરતી કરવામાં આવશે.
પ્રાપ્ત અહેવાલો મુજબ જૂની ભરતીમાં ૮૫૦ જગ્યાઓ માટે પરીક્ષા યોજાનાર હતી હવે ૧૫૦૦થી વધુ જગ્યાઓ માટે જાહેરાત બહાર પડશે. નવી ભરતીમાં ઈ.ડબલ્યુ.એસ. (આર્થિક અનામત)નો અમલ કરાશે. આ ભરતીમાં જુનિયર એન્જિનિયરની પોસ્ટ માટે લઘુતમ લાયકાત ૫૫ ટકા કરવામાં આવી છે, જ્યારે વિદ્યુત સહાયક માટે એન્જિનિયરિંગના સ્નાતક માટે ૫૫ ટકા અને ક્લાર્કમાં સ્નાતક માટે ૫૫ ટકાનું ધોરણ નિયત કરાયું છે. વીજ કંપની દ્વારા જાહેરાત બાદ એક મહિનાની અંદર પરીક્ષા લેવાશે

gujarat