કથાકારે ફુલ વેચતી દિકરીના ટોપલામાં 1.5 લાખનું દાન ભેગું કર્યું, હવે...

19 March, 2019 08:47 PM IST  |  વેરાવળ

કથાકારે ફુલ વેચતી દિકરીના ટોપલામાં 1.5 લાખનું દાન ભેગું કર્યું, હવે...

કથાકાર ગીરીબાપુ (PC : Google)

ગુજરાતના વેરાવળમાં કથાકાર ગિરીબાપુની શિવકથા ચાલી રહી હતી. આ કથા દરન્યાન બાપુએ ગરીબ અને ફુલ વહેચતી દિકરી માટે પહેલ કરી અને જોત જોતામાં 1.5 લાખનો ફાળો ભેગો થઇ ગયો. દિકરી જે ટોપલામાં ફુલ વહેંચતી હતી તે ટોપલામાં બાપુએ 1.5 લાખની રકમ ભેગી કરી દીધી. ફુલ વહેંચતી દિકરીનું નામ પાયલ છે. તે એક ગરીબ પરીવારમાંથી આવે છે પરંતુ તેની મહેનત અને આગળ વધવાની ધગસ જોઇને બાપુએ તેના માટે એક પહેલ કરી હતી.


વિદેશીઓ માટે ગાઇડ બનવાની ઇચ્છા છે : પાયલ
ફુલ વહેંચતી પાયલની કઇક શીખવાની અને આગળ વધવાની ધગસ જોઇને બાપુએ તેની માટે પહેલ કરી અને 1.5 લાખની રકમ એકત્ર થઇ ગઇ. બાપુએ તેને ભવિષ્ય વિશે પુછ્યું ત્યારે તેણે કહ્યું કે મારે અંગ્રેજી શીખીને વિદેશી યાત્રાળુંઓને અંગ્રેજી ભાષામાં ઇતિહાસ બતાવો છે.


આ પણ વાંચો : સોમનાથ-વેરાવળ-રાજકોટ ટ્રેનમાં પુલવામાના શહીદો માટે થશે સત્યનારાયણની કથા



બાપુએ પાયલ દીકરીને વ્યાસપીઠ પર બેસાડી સન્માન કર્યું
બાપુએ પાયલને વ્યાસપીઠ પર પોતાની પાસે બેસાડીને સન્માન કર્યું. ગણત્રીની મિનીટોમાં જ વ્યાસપીઠ પર પાયલને ભણાવવા માટે 1 લાખ 5 હજારની રકમ એકઠી થઇ ગઇ. ગિરીબાપુએ એ રકમ પાયલનાં જ ટોપલામાં ભરી અને કહ્યું આને હવે એકલી ઘરે જવા ન દેતા. ગિરીબાપુએ કહ્યું, હું જ્યારે કથાના પ્રથમ દિવસે મંડપ જોવા આવ્યો ત્યારે આ દિકરી દોડીને મને ફૂલમાળા પહેરાવી ગઇ હતી એનો પરિચય મને જીતુપુરીએ કરાવ્યો કે, આ પાયલ છે અને અહીં ફૂલમાળા વેચવાનું કામ કરે છે. બાપુએ પાયલને કહ્યું, હવે તું તારો આ ફૂલમાળા વેચવાનો ટોપલો તોડી નાંખજે.


આટલા લોકોએ પાયલની કારકિર્દી માટે જવાબદારી સ્વીકારી
બાપુએ જ્યારે પાયલને તેની ઇચ્છા પૂછી ત્યારે તેણે કહ્યું કે , એકવાર મારે અમેરિકા જવાની ઇચ્છા છે. ગિરીબાપુએ ત્યાંથી જ દાતા તૈયાર કરી આપ્યા. જેમાં પાયલને અંગ્રેજી શીખવવાની જવાબદારી પ્રભાસ હોટલવાળા નથુભાઇ સોલંકીને આપી. જ્યારે તેને અમેરિકા રહેતા સાધનાબેને અમેરિકા લઇ જવાની જવાબદારી ઉઠાવી લીધી. જ્યારે તેના લગ્ન ધામધૂમથી કરાવી આપવાની જવાબદારી કમાભાઇ રાઠોડને સોંપી હતી.

gujarat