કડકડતી ઠંડી માટે તૈયાર રહો : આજથી તાપમાનમાં ૪થી ૫ ડિગ્રીનો ઘટાડો થશે!

14 December, 2019 10:00 AM IST  |  Ahmedabad

કડકડતી ઠંડી માટે તૈયાર રહો : આજથી તાપમાનમાં ૪થી ૫ ડિગ્રીનો ઘટાડો થશે!

(જી.એન.એસ.) રાજ્ય પરથી સાયક્લોનિક સર્ક્યુલેશન નબળું પડ્યું છે અને પવનની દિશા ઉત્તર-ઉત્તર-પૂર્વ તરફની થઈ છે જેના કારણે રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે. રાજ્યમાં સૂકા અને ઠંડા પવનો ફૂંકાવાના કારણે લઘુતમ તાપમાન ઘટતાંની સાથે ઠંડીનુ પ્રમાણ વધશે અને લોકોને શિયાળાની ઠંડીનો અહેસાસ થશે.

ડિસેમ્બરમાં પણ લઘુતમ તાપમાન સામાન્ય કરતાં ૩ થી ૪ ડિગ્રી ઊંચું છે, જેના કારણે ઠંડીનો અહેસાસ થતો નથી. પરંતુ આવતી કાલથી પવનની દિશા બદલાતાંની સાથે ઠંડીનું પ્રમાણ વધશે. હવામાન વિભાગના ડિરેક્ટર ડૉક્ટર જયંત સરકારે જણાવ્યું છે કે આવતી કાલથી લઘુતમ તાપમાનમાં ૩થી ૪ ડિગ્રી લઘુતમ તાપમાન ઘટશે અને ઠંડીનું પ્રમાણ વધશે.

gujarat