આજે PM મોદીનો જન્મદિન... નમામિ દેવી નર્મદે મહાઉત્સવની તડામાર તૈયારીઓ

17 September, 2019 08:46 AM IST  |  ગાંધીનગર

આજે PM મોદીનો જન્મદિન... નમામિ દેવી નર્મદે મહાઉત્સવની તડામાર તૈયારીઓ

પીએમ નરેન્દ્ર મોદી

નર્મદા ડૅમની ઊંચાઈ વધાર્યા બાદ અને મેઘમહેરથી સરદાર સરોવર ડૅમ એની મહત્તમ ઊંચાઈ પર આંબી ગયો છે. તેથી રાજ્ય સરકાર નમામિ દેવી નર્મદે મહાઉત્સવની ઉજવણી કરશે. આજે પીએમ મોદીનો જન્મદિવસ છે, જેને લઈને કેવડિયા કૉલોની ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં નમામિ દેવી નર્મદે મહાઉત્સવની ઉજવણી કરવામાં આવશે. રાજ્ય સરકાર સમગ્ર કાર્યક્રમને લઈ તડામાર તૈયારીઓ કરી રહી છે.

વહેલી સવારે માતા હીરાબાના આશીર્વાદ લીધા બાદ સવારે ૮ વાગ્યે પીએમ મોદી કેવડિયા પહોંચશે જ્યાં તેઓ સરદાર સરોવર ડૅમ જઈને નર્મદા મૈયાનાં વધામણાં કરશે. પીએમ મોદીના કાર્યક્રમને લઈને કેવડિયામાં તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. પીએમ મોદી એક જાહેરસભાને સંબોધન કરવાના છે. ત્યારે નર્મદા ડૅમની સામે જ સભાનું આયોજન કરાયું છે. પીએમના આગમન પહેલાં સમગ્ર ડૅમ વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો છે.

આજે યોજાનાર નમામિ દેવી નર્મદે મહોત્સવ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રીઓ, બોર્ડ નિગમોના અધ્યક્ષો અને જાણીતા કલાકારો ઉપસ્થિત રહેશે. ગુજરાતના લોકગાયકો પણ આ કાર્યક્રમમાં મહેમાન બનશે. રાજ્યના મંત્રી મંડળના મંત્રીઓ અને પદાધિકારીઓ મહોત્સવ અંતર્ગત જુદા-જુદા જિલ્લામાં યોજાનાર કાર્યક્રમમાં હાજરી આપશે. અલગ-અલગ જિલ્લાના કાર્યક્રમોમાં ગુજરાતના જાણીતા લોકગાયકો પણ હાજરી આપશે.

આ પણ વાંચો : Happy Birthday: જાણો PM મોદી 69 વર્ષે પણ કેવી રીતે ફિટ રહે છે

૧૭ સપ્ટેમ્બર મંગળવારે વડા પ્રધાન મોદીનો જન્મદિવસ છે ત્યારે સુરતમાં નરેન્દ્ર મોદીના જીવન પર આધારિત એક એક્ઝિબિશન શરૂ કરાયું છે જેમાં વડા પ્રધાનના આજ સુધીના જીવનકાળને તસવીરોમાં આવરી લેવાયો છે. સાયન્સ સેન્ટર ખાતે એક્ઝિબિશન શરૂ થતાં મોટી સંખ્યામાં લોકોએ એક્ઝિબિશન પર પહોંચી વડા પ્રધાનના જીવનની અવનવી વાતો જાણી હતી.

gujarat gandhinagar narendra modi