આજે વિશ્વ યોગ દિવસ: રાજ્યભરમાં યોગ ફૉર હાર્ટ કૅરની થીમ સાથે ઊજવાશે

21 June, 2019 08:03 AM IST  |  ગાંધીનગર

આજે વિશ્વ યોગ દિવસ: રાજ્યભરમાં યોગ ફૉર હાર્ટ કૅરની થીમ સાથે ઊજવાશે

વિશ્વ યોગ દિવસ

વ્યક્તિના શારીરિક-માનસિક સ્વાસ્થ્ય-તંદુરસ્તીને ચુસ્તી-સ્ફૂર્તિથી તરબતર રાખતી યોગસાધનાથી હૃદયરોગની બીમારીઓ પણ દૂર થઈ શકે એ વિશેની જનજાગૃતિ માટે આ વર્ષે પાંચમા વિશ્વ યોગ દિવસની થીમ ‘યોગ ફૉર હાર્ટ કેર’ રાખવામાં આવી છે.

શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે કે આજે ર૧ જૂન-ર૦૧૯એ પાંચમા વિશ્વ યોગ દિવસની ઉજવણી ગુજરાતમાં જનઉત્સાહ અને ઉમંગ સાથે પ૦ હજારથી વધુ સ્થાનોએ સામૂહિક યોગ ક્રિયાથી કરાશે. આ વર્ષે વિશ્વ યોગ દિવસની ઉજવણીની પાંચમી કડીમાં ગુજરાતમાં ૩૩ જિલ્લાઓ ૮ મહાનગરો તેમ જ જિલ્લા, તાલુકા, નગરપાલિકા કક્ષાએ મળીને ૧ કરોડ પ૧ લાખથી વધુ નાગરિકોને સામૂહિક યોગાભ્યાસમાં સાંકળી લેવાનું આયોજન રાજ્ય સરકારે કર્યું છે.

આ પણ વાંચો : સુરતમાં શિલ્પા શેટ્ટીએ લીધા યોગા ક્લાસ, જણાવી ફિટ રહેવાની ટિપ્સ

આ વર્ષે શાળા-મહાશાળાઓ, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, કૉલેજિસ-યુનિવર્સિટી તેમ જ પોલ‌િટેક્નિક, ઇજનેરી-ફાર્મસી કોલેજના યુવા છાત્રો, આઇ.ટી.આઇ. જેવી શૈક્ષણિક સંસ્થાઓ સહિત જી.આઇ.ડી.સી.ના ઊદ્યોગો પણ સ્વૈચ્છિક સંગઠનો અને સ્વયંભૂ નાગરિક સમુદાય સાથે યોગસાધનામાં જોડાવાના છે. આ ઉપરાંત વિવિધ પ્રવાસન ધામોમાં પણ ૨૧ જૂને યોગ અભ્યાસ કરવામાં આવશે.

gujarat gandhinagar international yoga day