જગન્નાથની નગરયાત્રા પહેલા થયું પોલીસનું ગ્રાન્ડ રિહર્ષલ

02 July, 2019 08:36 PM IST  | 

જગન્નાથની નગરયાત્રા પહેલા થયું પોલીસનું ગ્રાન્ડ રિહર્ષલ

જગન્નાથની નગરયાત્રા પહેલા પોલીસનું ગ્રાન્ડ રિહર્ષલ

અમદાવાદમાં ભગવાન જગન્નાથની 142મી રથયાત્રા માટે અંતીમ તૈયારીઓ ચાલી રહી છે. ચુસ્ત બંદોબસ્ત અને સુરક્ષા વચ્ચે ભગવાન જગન્નાથની યાત્રા યોજાય તે માટે અમદાવાદ પોલીસ કમિશ્નર એ.કે. સિંઘની આગેવાનીમાં પોલીસ જવાનોએ ગ્રાન્ડ રિહર્ષલ કર્યું હતું. જમાલપુર થી સરસપુર મંદિર અને ત્યાથી પરત મંદિર સુધીની કુલ 22 કિલોમીટરનો રૂટ પોલીસથી સજ્જ કરવામાં આવ્યો હતો અને આખરી રિહર્ષલ કરીને તમામ તૈયારીઓ પૂરી કરી હતી.

પોલીસ, પેરા મિલિટરી ફોર્સ કરશે રથયાત્રાની સુરક્ષા

ભગવાન જગન્નાથની 142મી રથયાત્રાના રૂટ પર 25000 પોલીસ કર્મીઓનો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સમગ્ર રૂટની સુરક્ષા કુલ 26 ભાગોમાં વહેંચાઈ છે. SRP, CRPF અને NSG ની 37 ટુકડી તહેનાત કરવામાં આવી છે. આ યાત્રામાં કુલ ત્રણ રથ, 19 હાથી, 100 ટ્રક, 30 અખાડા, ભજનમંડળી-બેન્ડ સહિત સાત મોટરકાર રથયાત્રામાં જોડશે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મુવિંગ બંદોબસ્તની જવાબદારી સોંપવામાં આવી છે.

આ પણ વાંચો:ચોંકાવનારો ખુલાસો: 90 ટકા કેસમાં બાળકો ગુમ થવા પાછળ પ્રેમ-પ્રકરણ જવાબદાર

યાત્રામાં રથ, હાથી, ટ્રકો, અખાડા અને ભજનમંડળીની સુરક્ષની જવાબદારી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોપવામાં આવી છે.આ બંદોબસ્તમાં ક્રાઈમ બ્રાન્ચ જેસીપી, 5 DCP, 15 ACP, 37 PI, 177 PSI સહિત રથયાત્રાન બંદોબસ્ત રેન્જોમાં રહેશે. જેમાં દરેક રેન્જમાં એસપી કક્ષાના અધિકારીને જવાબદારી સોંપાઈ છે. જેમાં 8 IG, 23 DCP, 44 ACP, 119 PI એમ મળી કુલ 25000 પોલીસકર્મીઓ તહેનાત રહેશે. આ સિવાય રથયાત્રાના રૂટ પર 94 સીસીટીવી કેમેરા અને ડ્રોન ચાંપતી નજર રાખશે.

Rathyatra gujarati mid-day