અમદાવાદ : ઇમરજન્સીમાં આવતા ફાયરસ્ટેશનના કર્મીઓ હવે 3 શિફ્ટમાં કામ કરશે

17 March, 2019 11:37 AM IST  |  અમદાવાદ

અમદાવાદ : ઇમરજન્સીમાં આવતા ફાયરસ્ટેશનના કર્મીઓ હવે 3 શિફ્ટમાં કામ કરશે

ફાયર સ્ટેશન

અમદાવાદ ફાયર સ્ટેશનના કર્મચારીઓ માટે સમાચાર આવી રહ્યા છે. શહેરમાં ઇમરજન્સી સેવા આપતા ફાયરબ્રિગેડના 4 સ્ટેશનોમાં કર્મચારીઓ હવેથી ત્રણ શિફ્ટમાં કામ કરવાની તમામને સુચના આપવામાં આવી છે. એટલે કે હવે આ ચાર ફાયર સ્ટેશનોના કર્મચારીઓ માત્ર 8 કલાક જ કામ કરી શકશે. આ અંગેચીફ ફાયર ઓફિસરે દસ્તુરે માહિતી આપી હતી.

 

શું કહ્યું ચીફ ફાયર ઓફિસરે....

ચીફ ફાયર ઓફિસરે દસ્તુરના જણાવ્યા પ્રમાણે હવેથી ઇમરજન્સી ફાયર સ્ટેશનના કર્મચારીઓ આઠ કલાકની શિફ્ટમાં કામ કરશે. એટલે કે આ સ્ટેશનોમાં ત્રણ શિફ્ટમાં કર્મચારીઓ કામ કરશે. આ સ્ટેશનના કર્મચારીઓને જો રજા લેવી હોય તો તેમણે દાણાપીઠ કંટ્રોલ રૂપ ખાતે રજા મુકવાની રહેશે. તેમણે વધુમાં કહ્યું હતું કે આ તમામ ત્રણેય ફાયર સ્ટેશનો ઇમરજન્સીમાં હોવાથી ત્યાના કર્મચારીઓએ રજા માટે પહેલાથી જ રજા રીપોર્ટ મુકવો પડશે. જેથી જ્યારે ઇમરજન્સી આવે ત્યારે કોઇ અડચણ ઉભી ન થાય.


જાણો, શહેરમાં ક્યા ઇમરજન્સી ફાયર સ્ટેશનો છે
શહેરમાં મણિનગર, ઓઢવ, શાહપુર અને નવરંગપુરા ઇમનજન્સી ફાયર સ્ટેશનો છે. આ તમામ સ્ટેશનોમાં હવેથી ત્રણ શિફ્ટમાં કર્મચારીઓ કામ કરશે. આ ફાયર સ્ટેશનમાં ત્રણ શીફ્ટનો નિર્ણય ડેપ્યુટી મ્યુનિ. કમિશનર તથા ચીફ ફાયર ઓફિસરે કર્યો છે. ચીફ ફાયર ઓફીસર એમ.એફ. દસ્તુરે જણાવ્યું હતું કે
, કર્મચારીઓનું કહેવું હતું કે, 8 કલાક ટ્રાયલ બેઝ પર કર્યું છે. પણ હાજર તો તેમને રહેવાનું જ છે. બોલાવીએ ત્યારે તેમણે કામ પર હાજર થઇ જવાનું રહેશે.

કવાર્ટસની સમસ્યા ઊભી થઈ શકે છે
કોઇપણ કોલમાં ફાયરનો સ્ટાફ તાબડતોબ હાજર રહી શકે તે હેતુથી જ તેમને સ્ટેશન પર જ કવાર્ટસ આપવામાં આવે છે. આઠ કલાકની ડયૂટીને લઇને ભવિષ્યમાં કવાર્ટસનો ઇસ્યુ ઊભો થઇ શકવાની સંભાવના રહેલી છે.

ahmedabad gujarat