Election Results 2019: માતાના આશીર્વાદ મેળવવા ગુજરાત આવી શકે છે PM મોદી

24 May, 2019 11:09 AM IST  |  નવી દિલ્હી

Election Results 2019: માતાના આશીર્વાદ મેળવવા ગુજરાત આવી શકે છે PM મોદી

માતાના આશીર્વાદ મેળવવા ગુજરાત આવી શકે છે PM

Loksabha Election Results 2019માં પ્રચંડ જીત મેળવ્યા બાદ આજે દિલ્હીમાં કેન્દ્રીય કેબિનેટની બેઠક મળવા જઈ રહી છે. સૂત્રો પાસેથી મળી રહેલી જાણકારી અનુસાર પરિણામો બાદ હવે નવી સરકાર બનાવવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. વડાપ્રધાન મોદી 30 મેના દિવસે શપથ ગ્રહણ કરી શકે છે. આ શપથ ગ્રહણ ગયા વખતની જેમ સાંજે 4 થી 5 વાગ્યાની વચ્ચે જ થશે. આ પહેલા વડાપ્રધાન મોદી 28મે એ કાશી જવાના છે. જ્યાં કાશી વિશ્વનાથના દર્શન કરી ધન્યવાદ સભાને સંબોધન કરી શકે છે. શુક્રવારે વડાપ્રધાન મોદીએ ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની મુલાકાત લીધી.સાથે જે તેઓ ગુજરાત આવી માતાને પણ મળી શકે છે.

તસવીર સૌજન્યઃ ANI

ગાંધીનગરમાં રહે છે PM મોદીના માતા
PM મોદીના માતા હીરાબા ગાંધીનગરના રાયસણમાં રહે છે. તેઓ વડાપ્રધાન મોદીના ભાઈ સાથે રહે છે. PM મોદી જ્યારે પણ ગુજરાત આવે છે ત્યારે માતા સાથે અચૂક મુલાકાત કરે છે. અને માતા તેમને આશીર્વાદ આપે છે. ગુજરાતમાં ચૂંટણી પ્રચાર દરમિયાન પણ PM મોદીએ માતાના આશીર્વાદ લીધા હતા. અને હવે પ્રચંડ જીત બાદ ફરી તેઓ ગુજરાત માતાને મળવા આવી શકે છે.

આ પણ વાંચોઃ Live Gujarat Lok Sabha Election 2019 : PM મોદીના માતા પરિણામોથી ખુશ, ઝીલ્યું લોકોનું અભિવાદન

શપથ ગ્રહણની તૈયારી શરૂ
મોદી સરકારના ગઠન અને શપથ ગ્રહણની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જો કે, હજુ સુધી એ સાફ નથી થયું કે ગયા વખતની જેમ દુનિયાભરના નેતાઓને શપથગ્રહણમાં બોલાવવામાં આવશે કે નહીં. આજે મળનારી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં નવી લોકસભાના ગઠનને લઈને નિર્ણય લેવામાં આવશે. બેઠકમાં 16મી લોકસભાને વિઘટિત કરવાનો પણ પ્રસ્તાવ મુકવામાં આવશે. કેબિનેટના પ્રસ્તાવ બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ વર્તમાન લોકસભાને વિઘટિત કરવાની મંજૂરી આપશે. વર્તમાન લોકસભાનો કાર્યકાળ ત્રણ જૂને ખતમ થઈ રહ્યો છે. જે બાદ નવી લોકસભાનું ગઠન થશે. નવી લોકસભાના ગઠન માટે ત્રણ ચૂંટણી આયુક્ત રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરશે અને નવા ચૂંટાયેલા ઉમેદવારોની યાદી સોંપશે.

narendra modi national news