Cyclone Maha Update: ગુજરાત તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે તોફાન..

04 November, 2019 04:49 PM IST  |  Ahmedabad

Cyclone Maha Update: ગુજરાત તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે તોફાન..

પ્રતિકાત્મક તસવીર

ગુજરાત પર વાવાઝોડું મહાનું સંકટ યથાવત છે. ઓમાન તરફ આગળ વધી રહેલા વાવાઝોડાએ ફરી એકવાર દિશા બદલી છે. હવે તે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. મહા વાવાઝોડું છ નવેમ્બરની રાત્રે દ્વારકા-વેરાવળની કિનારાનો વિસ્તારોમાં ટકરાશે. હવામાન વિભાગે માછીમારોને સમુદ્રમાં ન જવાની સલાહ આપી છે. ગુજરાત સરકારે પણ વાવાઝોડા સાથે લડવા માટે કમર કસી લીધી છે. ગુજરાત સરકારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં એનડીઆરએફની ટીમોને તહેનાત કરી છે. અધિકારીઓને હેડક્વાર્ટરને ન છોડવાની સૂચના આપી છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર જયંતા સરકારે સોમવારે જણાવ્યું કે મહા વાવાઝોડાનો ખતરો ગુજરાતથી હજી સુધી ટળ્યો નથી. મહા વાવાઝોડાએ દિશા બદલી છે. ગુજરાત માટે આગામી 24 કલાક નિર્ણાયક રહેશે.

આ જિલ્લાઓમાં થશે વરસાદ
મહાચક્રવાતના કારણે ગુજરાતના જામનગર, મોરબી, અમદાવાદ, આણંદ, ડાંગ, તાપી, સૂરત, ભરૂચ, નર્મદા, વડોદરા, છોટાઉદેપુર, વસલાડ, નવસારી, દમણ, દાદરા-નગર હવેલી, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, રાજકોટ, બોટાદ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગિર સોમનાથ, દિવ વગેરે જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની સંભાવના છે.

gujarat Gujarat Rains