Cyclone Maha Update: ગુજરાતમાં પ્રવેશ કરશે 'મહા' વાવાઝોડું..

02 November, 2019 03:41 PM IST  |  અમદાવાદ

Cyclone Maha Update: ગુજરાતમાં પ્રવેશ કરશે 'મહા' વાવાઝોડું..

ગુજરાત પહોંચશે મહા વાવાઝોડું

ભારતીય મોસમ વિજ્ઞાન વિભાગના અનુસાર મહા વાવાઝોડું, જે પૂર્વ-મધ્ય અરબ સાગર પર હતુ, તે છેલ્લા 8 કલાકમાં 19 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી ગયું છે. આગામી 24 કલાકમાં તે ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધવાની સંભાવના છે અને શનિવારથી સોમવાર વચ્ચે તે પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ તરફ અને તે બાદ પૂર્વ-ઉત્તર-પૂર્વ તરફ અને દક્ષિણ ગુજરાતના  તટ તરફ આગળ વધશે. આ દરમિયાન રાજ્યમાં વરસાદ પડી શકે છે.

આગામી 24 કલાકમાં વાવાઝોડું વધું શક્તિશાળી થાય તેવી પણ સંભાવના છે. આગામી 12 કલાક દરમિયાન વાવાઝોડું પશ્ચિમ-મધ્ય અરબ સાગરમાં દક્ષિણ પશ્ચિમની તપફ વધવાનું અને તેની તીવ્રતા જળવાઈ રહે તેવી સંભાવના છે. જે બાદ તે નબળું પડી શકે છે. આ સિવાય થાઈલેન્ડ અને આસપાસના વિસ્તારમાં ઓછા દબાણ વાળું વાવાઝોડું સર્જાવાની સંભાવના છે.

તમિલનાડુમાં વધ્યું નદીનું જળસ્તર
શુક્રવારે તમિલનાડુના મદુરાઈમાં વરસાદના કારણે વૈગઈ નદીનું જળસ્તર વધી ગયું હતું. એજન્સીના પ્રમાણે લક્ષદ્વીપમાં અલગ અલગ જગ્યાઓ પર ભારે વરસાદની સંભાવના છે. કેરલ અને કર્ણાટકના તટના વિસ્તારોમાં પણ વરસાદ પડી શકે છે.

આ પણ જુઓઃ Cyclone Maha Update: અમરેલીમાં દરિયો તોફાની થયો, દિવમાં 6 કલાકમાં 10 ઈંચ વરસાદ

માછીમારોને લક્ષદ્વીપ ક્ષેત્રમાં અને તેની પાસે આવેલા દક્ષિણ-પૂર્વ અરબ સાગરમાં પ્રવેશ ન કરવાની સલાહ આપી છે. લક્ષદ્વીપના કલપેની ટાપૂ પર ગુરૂવારે વરસાદના કારણે તબાહી મચી છે. તો કેરળમાં પણ ભારે વરસાદના કારણે ઘરમાં પાણી ઘૂસી ગયા છે. જેના કારણે સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે.

સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડમાં આવક કરાઈ બંધ

વાવાઝોડાના સંકટ અને વરસાદી વાતાવરણના કારણે રાજકોટ યાર્ડમાં મગફળી અને કપાસની આવક બંધ કરી દેવામાં આવેલ છે જ્યાં સુધી બીજી જાહેરાત કરવામાં ન આવે ત્યાં સુધી માર્કેટ યાર્ડમાં ખેડૂતોને પાક લઈને ન આવવાની સૂચના આપવામાં આવી છે.

gujarat Gujarat Rains