સુરત: આઈપીએસની પત્નીના બેન્ક અકાઉન્ટમાંથી 1.37 લાખ રૂપિયા ગાયબ

20 April, 2019 06:54 PM IST  |  સુરત

સુરત: આઈપીએસની પત્નીના બેન્ક અકાઉન્ટમાંથી 1.37 લાખ રૂપિયા ગાયબ

ફાઈલ ફોટો

ગુજરાતમાં સાઈબર ક્રાઈમની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદ નિવાસી આઈપીએસ ઑફિસર રાજકુમાર પાન્ડિયનની પત્નીના અકાઉન્ટમાંથી સાઈબર અપરાધીએ 1.37 લાખ રૂપિયા ગાયબ થઈ ગયા છે. આ સંબંધમાં એમણે સાઈબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે જણાવ્યું કે અધિક વળતરની લાલચ આપીને અકાઉન્ટથી રકમ કાઢી લેવામાં આવી છે.

અમદાવાદના પ્રહલાદનગર નિવાસી અથવા નિરમા યૂનિવર્સિટીમાં પ્રોફેસર આઈપીએસ રાજકુમાર પાન્ડિયનની પત્ની ડૉ શાલિનીએ ત્યાં લેક્મે સલૂનમાં ટ્રીટમેન્ટ કરાવી હતી. કંપની દ્વારા ખરાબ સર્વિસની ફરિયાદ માટે ગૂગલ સર્ચ કરી પેજ પર આપવામાં આવેલી કૉલમમાં જાણકારી કરી હતી. એના બે કલાક બાદ રાહુલ સક્સેના નામના વ્યક્તિનો પોન આવ્યો. એમણે કહ્યું કે ફરિયાદ નોંધાવાય ગઈછે. કંપની તમને 3000ની સાથે 10000 રૂપિયા પાછા કરશે. આ રકમ રોકડ અથવા વાઉચરમાં નહીં બેન્ક ખાતામાં આપવામાં આવશે. તેમણે બેન્કની વિગતો માંગી.બાદ ફોન પર OTP નંબરનો મેસેજ આવ્યો. એનાથી શંકા થવા પર એમણે ફોન બંધ કરી બેન્કને એની જાણકારી આપી.

આ પણ વાંચો : ગુજરાતમાં વધી સિંહોની વસતી, સિંહણે આપ્યો બે બચ્ચાઓને જન્મ

એ જ દિવસે બેન્કથી કોઈ ટ્રાન્ઝેક્શન નથી થયું. બાદ બીજા દિવસે રોહન નામનો વ્યક્તિનો ફોન આવ્યો. એમણે કહ્યું કે તે ICICI બેન્કથી બોલી રહ્યો છે. મારા બેન્ક અકાઉન્ટથી 13,000 ટ્રાન્ઝેક્શન બતાવીને કહ્યું કે તમારા ખાતામાં પાછી રકમ મોકલવામાં આવેશે. એમણે એક OTP નંબર આપ્યો આ નંબરથી એના અકાઉન્ટથી 1,37,000 રૂપિયા નીકળી ગયા.

surat Crime News gujarat