રાજ્યમાં ઠંડીનું મોજું ફરી વળ્યું, ૧૦ ડિગ્રી સાથે નલિયા ઠંડુંગાર

15 December, 2019 10:50 AM IST  |  Mumbai Desk

રાજ્યમાં ઠંડીનું મોજું ફરી વળ્યું, ૧૦ ડિગ્રી સાથે નલિયા ઠંડુંગાર

ગુજરાતમાં એક દિવસમાં લઘુતમ તાપમાનો પારો ૪ ડિગ્રી ગગડ્યો છે, કારણ કે પવનની દિશા બદલાતાની સાથે ઠંડીનું પ્રમાણ વધ્યું છે. ગુજરાત ઉપર ઉત્તર-ઉત્તર પૂર્વ તરફના પવનો ફુંકાયા છે. જોકે ઠંડા અને સૂકા પવનોને કારણે ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. 

હવામાન વિભાગના ડાયરેકટર ડૉકટર જયંત સરકારે જણાવ્યું હતું કે ઉત્તર-ઉત્તર પૂર્વના પવનને કારણે લઘુતમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થશે જેના કારણે શિયાળાની ઠંડીનો અહેસાસ થશે.
હજુ પણ આગામી દિવસમાં ઠંડીનું પ્રમાણ વધશે, જોકે શનિવારે રાજ્યમાં સૌથી ઠંડું શહેર નલિયા નોંધાયું છે. નલિયાનું લઘુતમ તાપમાન ૧૦ ડિગ્રી નોંધાયું છે અને શુક્રવારે ૧૪ ડિગ્રી હતું, પરંતુ એક દિવસમાં ૪ ડિગ્રી તાપમાન ગગડ્યું છે. અમદાવાદમાં લઘુતમ તાપમાન ૧૩.૩ ડિગ્રી, ડિસાનું લઘુતમ તાપમાન ૧૧.૬ ડિગ્રી, વડોદરાનું લઘુતમ તાપમાન ૧૪.૪ ડિગ્રી, સુરતનું લઘુતમ તાપમાન ૧૮ ડિગ્રી નોંધાયું હતું.
સૌરાષ્ટ્રમાં રાજકોટનું લઘુતમ તાપમાન ૧૫.૩ ડિગ્રી, ભાવનગરનું લઘુતમ તાપમાન ૧૬.૩ ડિગ્રી, પોરબંદરનું લઘુતમ તાપમાન ૧૬.૪ ડિગ્રી, ભુજનું લઘુતમ તાપમાન ૧૩.૪ ડિગ્રી, સુરેન્દ્રનગરનું લઘુતમ તાપમાન ૧૪.૫ ડિગ્રી, કંડલા એરપોર્ટનું લઘુતમ તાપમાન ૧૨ ડિગ્રી, ગાંધીનગરનું લઘુતમ તાપમાન ૧૩.૨ ડિગ્રી નોંધાયું છે. તમામ શહેરનું તાપમાન ૩ થી ૪ ડિગ્રી ગગડ્યું છે. જેના કારણે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે.
હજી પણ આગામી દિવસમાં ઠંડીનું પ્રમાણ વધશે. જોકે હવામાન વિભાગનું પણ પૂર્વાનુંમાન છે કે ચાલુ વર્ષના શિયાળામાં લઘુતમ તાપમાન સામાન્ય કરતાં ૧ ડિગ્રી વધુ રહેશે અને કૉલ્ડવેવની ફ્રિકવન્સી પણ ઘટશે, ત્યારે ગુજરાત ડિસેમ્બર અડધો પૂર્ણ થયો છે તેમ છતાં શિયાળાની ઠંડીનો અહેસાસ થતો નથી.

kutch bhuj gujarat ahmedabad