મુખ્ય પ્રધાનના હસ્તે કરુણા અભિયાનનો પ્રારંભ: પક્ષીઓને મળશે સારવાર

13 January, 2020 02:38 PM IST  |  Ahmedabad

મુખ્ય પ્રધાનના હસ્તે કરુણા અભિયાનનો પ્રારંભ: પક્ષીઓને મળશે સારવાર

રાજ્યભરમાં ઉત્તરાયણના પર્વનો માહોલ જામ્યો છે ત્યારે અમદાવાદમાં વાઇલ્ડ લાઇફ કૅર સેન્ટર ખાતે પક્ષીઓની સારવાર માટે કરુણા અભિયાન ૨૦૨૦નું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કરુણા અભિયાન ૨૦૨૦નો પ્રારંભ કરાવ્યો હતો. પક્ષીઓની સારસંભાળ અને ઇમર્જન્સીને પહોંચી વળવા માટે કરુણા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે જેથી ઘવાયેલા પક્ષીને ત્વરિત સારવાર આપવામાં આવશે અને પાંચ હજારથી વધુ સરકારી કર્મચારીઓ ખડે પગે રહેશે. સાથે જ સમગ્ર રાજ્યમાં પક્ષીઓની સારવાર કરી આપવા માટે દવાખાનાં ઊભાં કરવામાં આવ્યાં છે.

બીજી તરફ ચાઇનીઝ દોરીના થતા ઑનલાઇન વેચાણ સામે પણ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કાર્યવાહીના સંકેત આપ્યા છે. ચાઇનીઝ દોરીના વેચાણ પર પ્રતિબંધ બાદ ઑનલાઇન ખરીદ વેચાણ અંગે મુખ્ય પ્રધાને જણાવ્યું કે એ માટે સૂચનાઓ આપી દીધી છે. ચાઇનીઝ દોરીના વેચાણ, સંગ્રહ, બનાવવા પર સરકારે પ્રતિબંધોનું જાહેરનામું પણ પ્રસિદ્ધ કરેલું છે. ચાઇનીઝ દોરીના વેચાણ સામે કડક કલમો લગાડવામાં આવશે.

ahmedabad Vijay Rupani