ભારતના આ શહેરમાં પાણીની એટલી તંગી, કે આખું શહેર છે બંધ

20 June, 2019 06:23 PM IST  |  ચેન્નાઈ

ભારતના આ શહેરમાં પાણીની એટલી તંગી, કે આખું શહેર છે બંધ

દેશમાં લાંબા સમયથી પાણીની તંગીને લઈ ચર્ચાઓ થઈ રહી છે. ભવિષ્યમાં પાણીની તંગીને કારણે ઉભી થનારી સ્થિતિના ભયાવહ દ્રશ્યને લઈને પણ પાણી બચાવોના નારા આપણે લગાવી રહ્યા છીએ. પરંતુ દેશ હવે એ સ્થિતિમાં પહોંચી ચૂક્યો છે, જ્યાં પાણી સમાપ્ત થઈ રહ્યું છે. તામિલનાડુની રાજધાની ચેન્નાઈમાં પાણીનો જથ્થો સાવ ઓછો તઈ રહ્યો છે. સ્થિતી એટલી કથળી ચુકી છેકે આઇટી કંપનીઓ પોતાનાં કર્મચારીઓને ઘરે બેઠા જ કામ કરવા માટે કહી રહી છે. તો ગ્રામીણ વિસ્તારમાં ટોકન આપીને પાણી પહોંચાડાઈ રહ્યું છે. પાણીની સમસ્યાને કારણે શહેરની શાળાઓ પણ બંધ કરવાની સ્થિતિ સર્જાઈ છે. પાણીની સમસ્યા ન થાય તે માટે ચેન્નાઈમાં સંખ્યાબંધ શાળાઓમાં રજા અઆપી દેવાઈ છે.

ચેન્નાઈના ઈસ્ટ તંબર ક્રાઈસ્ટ કિંગ હાયર સેકન્ડરી સ્કૂલમાં બે દિવસની રજા જાહેર કરી દેવામાં આવી છે. આ સ્કૂલના પરિસરમાં બે બોરવેલ આવેલા છે. પરંતુ એકેયમાં પાણી નથી. છેવટે શાળા દ્વારા રોજ બે ટેન્કર મગાવીને પાણીની વ્યવસ્થા કરાતી હતી, પરંતુ હવે ખર્ચ વધતા શાળા દ્વારા રજા જ જાહેર કરી દેવામાં આવી છે. તો ક્રોમપેટ વિસ્તારમાં આવેલી એક ખાનગી શાળામાં વિદ્યાર્થીઓને અઢદી રજા અપાઈ છે.

બીજી તરફ પાણીની તંગીના કારણે મોટી સંખ્યામાં લોકો શહેર છોડી રહ્યા છે. લોકો પોતાના ઘર છોડીને અન્ય વિસ્તારોમાં સ્થાઈ થઈ રહ્યા છે. જ્યાં પાણી મળે, જ્યાં બોરવેલ કે ટેન્કરથી પાણી મળે તેવા વિસ્તારોમાં લોકોનો ધસારો વધી રહ્યો છે. જેને કારણે ઘરના ભાડા પણ વધ્યા છે, અને ચેન્નાઈમાં મોંઘવારી પણ વધી રહી છે.

આ પણ વાંચોઃ મોબાઈલ ગેમ રમતા રમતા 12 વર્ષના બાળકનો આપઘાત

આ આખી ઘટનાની મદ્રાસ હાઈકોર્ટે પણ નોંધ લીધી છે. શહેરમાં પાણીની સમસ્યાનો ઉકેલ ન લાવવા બદલ હાઈકોર્ટે રાજ્ય સકરારની ઝાટકણી કાઢી હતી. હાઇકોર્ટે મંગળવારે તમિલનાડુ સરકારને રાજ્યમાં અને ચેન્નાઇ શહેરમાં સર્જાયેલા જળ સંકટને પહોંચી વળવા માટે પૂરતા પગલા ન લેવા બદલ સરકારને ઝાટકી હતી.

chennai national news