CM રૂપાણીએ સ્વીકાર્યું, મહેસૂલ વિભાગ ભ્રષ્ટાચારમાં પ્રથમ નંબરે

27 December, 2018 08:00 AM IST  | 

CM રૂપાણીએ સ્વીકાર્યું, મહેસૂલ વિભાગ ભ્રષ્ટાચારમાં પ્રથમ નંબરે

CM રૂપાણીના નિવેદનથી સર્જાયા છે સવાલો

 

અમદાવાદમાં યોજાયેલા ઓનલાઈન નોન એગ્રિકલ્ચર પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમમાં સીએમ વિજય રૂપાણીએ ચોંકાવાનારું નિવેદન આપ્યું છે. સીએમ વિજય રૂપાણીએ ભ્રષ્ટાચારમાં મહેસુલ ખાતાને પહેલા નંબરે અને પોલીસ ખાતાને બીજા નંબરે ગણાવ્યું.

નોન એગ્રીકલ્સચર પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમમાં રૂપાણીએ કહ્યું કે આ બંને વિભાગમાં ભ્રષ્ટાચાર કેવી રીતે નાબૂદ કરવો તે મોટો પડકાર છે. સત્તાધારીઓ ભ્રષ્ટાચારી બને અને ભ્રષ્ટાચાર સત્તાધારીઓમાં ફેલાય તે બંને એક જ વાત છે પણ અમારી સરકાર વિવિધ યોજનાઓમાં ઓનલાઇન સિસ્ટમ કરીને ભ્રષ્ટાચાર નાબૂદ કરવા પ્રયત્નશીલ છે.

પોતાના સંબોધનમાં સીએમ રૂપાણીએ કહ્યું કે,'એવા પણ દિવસો હતા કે અધિકારીઓ લાંચ માગતા શરમાતા હતા પરંતુ હવે તો ચા-પાણીના નામે સર્વવ્યાપક અને સિસ્ટમનો એક ભાગ બની ગયો છે તેવું CM રૂપાણીએ કહ્યું છે.અને વધુમાં કહ્યું કે અધિકારીઓ હવે એમ પણ કહે છે કે સાહેબ અમે તમારૂ કામ કર્યુ તો અમારૂ કંઇ જુવો અમારે ઘરે બૈરી-છોકરા છે.'

કૌશિક પટેલે કર્યો બચાવ

તો બીજી તરફ મહેસૂલ મંત્રી કૌશિક પટેલે દાવો કહ્યો છે કે તેમણે પદ સંભાળ્યા બાદ મહેસૂલ વિભાગ સ્વચ્છ થઈ ગયો છે. કૌશિક પટેલે કહ્યું કે, ' હું મહેસુલ મંત્રી બન્યો તે પહેલાં મહેસુલ વિભાગમાં ભ્રષ્ટાચાર ચાલતો હતો હું મંત્રી બન્યા બાદ મેં મહેસુલ વિભાગમાં સાફ સફાઈ કરી દીધી છે'

ઉલ્લેખનીય છે કે સીએમ અને કૌશિક પટેલના આ નિવેદનથી સવાલો સર્જાયા છે. સીએમે તેમની સરકારમા ભ્રષ્ટાચાર ચાલતો હોવાનું સ્વીકાર્યું છે. તો કૌશિક પટેલના મારા કાર્યકાળમાં સ્વચ્છતાની સ્પષ્ટતાને લઈ પૂર્વ મહેસૂલ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા સામે પણ સવાલો સર્જાયા છે.

gujarat indian politics