CM રૂપાણી, જીતુ વાઘાણી સહીતનાઓએ દિલ્હીમાં અમિત શાહને પાઠવી શુભેચ્છા

22 March, 2019 10:07 AM IST  |  નવી દિલ્હી

CM રૂપાણી, જીતુ વાઘાણી સહીતનાઓએ દિલ્હીમાં અમિત શાહને પાઠવી શુભેચ્છા

ગુજરાત ભાજપે અમિત શાહને શુભેચ્છા પાઠવી (PC : Twitter)

ધુળેટીના પવિત્ર પર્વ પર મોડી રાત્રે ભાજપે કુલ 182 બેઠકોની પહેલી યાદી જાહેર કરી હતી. જેમાં જેના પર સૌથી વધુ ચર્ચા થઇ રહી હતી તે ગાંધીનગરની બેઠક પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને જવાબદારી સોંપવામાં આપી છે. જેને પગલે ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણી, ડેપ્યુટી સીએમ નીતિન પટેલ, જીતુભાઇ વાઘાણી સહીતના નેતાઓએ ગઇકાલે દિલ્હીમાં અમિત શાહ સાથે શુભેચ્છા મુલાકાત લીધી હતી.

ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી ગાંધીનગર બેઠક પરથી લાલકૃષ્ણ અડવાણી ચુંટણી લડતા આવ્યા છે ત્યારે આ વખતે તેમનું પત્તુ કપાવાની શક્યતાઓએ જોર પકડ્યું હતું અને અંતે જે ધારણા હતી તે પ્રમાણે તેમની જગ્યાએ મોદીના ભરોષાપાત્ર અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને ગાંધીનગરની કમાન સોપવામાં આવી છે. 



રૂપાણી, નીતિન પટેલ સહીતનાઓએ અમિત શાહને શુભેચ્છા પાઠવી

ગાંધીનગર બેઠક પરથી ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને કમાન સોપાયા બાદ દિલ્હી ખાતે મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નીતિન પટેલ, ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિતના નેતાઓ અમિત શાહની મુલાકાત કરી શુભેચ્છા પાઠવી હતી. આખરે ગુરુવારે મોડી સાંજે ભાજપે જાહેર કરેલી કુલ 182 બેઠકોની પહેલી યાદીમાં ગાંધીનગરથી અમિત શાહની ઉમેદવારી જાહેર કરીને 'પહેલો ઘા રાણાનો' ફટકારી દીધો છે.

આ પણ વાંચો : PM મોદી વારાણસી, અમિત શાહ ગાંધીનગરથી લડશે ચૂંટણી, ભાજપની પહેલી યાદી જાહેર

ગુજરાતની તમામ 26 બેઠક પર મોદીની ખાસ નજર
મોદી અને અમિત શાહના હોમ સ્ટેટ ગુજરાતમાં એક પણ બેઠક પર ભાજપ કચાશ છોડવા માંગતા નથી. અમિત શાહની ગાંધીનગરમાં ઉમેદવારીથી ગુજરાતમાં સંગઠન સ્તરે પણ ભાજપના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. 2014માં મોદીએ સેફ પેસેજ તરીકે વારાણસી ઉપરાંત વડોદરાની બેઠક પસંદ કરી હતી. એ વ્યુહ ગુજરાતની તમામ બેઠકો જીતાડવામાં નિર્ણાયક બન્યો હતો. આ વખતે એ કામ ગાંધીનગર કરશે.

gujarat new delhi amit shah Vijay Rupani Nitin Patel Jitu Vaghani Election 2019