100 વર્ષ જૂનું પીપળાનું વૃક્ષ કાપવામાં આવતાં ગઢડા મંદિર ફરી વિવાદમાં

05 October, 2019 10:33 AM IST  |  બોટાદ

100 વર્ષ જૂનું પીપળાનું વૃક્ષ કાપવામાં આવતાં ગઢડા મંદિર ફરી વિવાદમાં

ગઢડા ગોપીનાથજી સ્વામિનારાયણ મંદિર

ગઢડામાં આવેલું ગોપીનાથજી મંદિર કોઈ ને કોઈ વિવાદમાં આવે છે ત્યારે મંદિરમાં ૧૦૦ વર્ષ જૂનું પીપળાનું વૃક્ષ કાપવામાં આવતાં ફરી વિવાદ સર્જાયો છે. ગઢડા ગોપીનાથજી મંદિરના ટ્રસ્ટી પાર્ષદ રમેશ ભગતે વૃક્ષ કાપવાના મામલે ગઢડા મંદિરના ચૅરમૅન, ડેપ્યુટી કોઠારી સહિત ત્રણ સંતો સામે મામલતદારમા લેખિત ફરિયાદ કરતાં ફરી વિવાદ સામે આવ્યો છે.

બોટાદ જિલ્લાના ગઢડામાં ઐતિહાસિક સ્વામિનારાયણ મંદિર આવેલું છે. અહીં ભગવાન સ્વામિનારાયણ પોતે ૨૯ વર્ષ રહી પોતાની કર્મભૂમિ બનાવેલી છે ત્યારે છેલ્લાં ૨૦ વર્ષથી આચાર્ય પક્ષના લોકો વહીવટમાં હતા, પરંતુ આ વર્ષે ચૂંટણી થતાં દેવ પક્ષ સત્તા પર આવતાં જ મંદિર ક્યાંક ને ક્યાંક વિવાદમાં આવે છે. ત્યારે ગઢડા મંદિરમાં આવેલી અક્ષર ઓરડી પાસે ૧૦૦ વર્ષ જૂનું પીપળાનું વૃક્ષ હતું એ મંદિરના વહીવટદારો દ્વારા કપાવી નાખવામાં આવતાં આચાર્ય પક્ષના અને ગઢડા મંદિરના ટ્રસ્ટી પાર્ષદ રમેશ ભગતે મામલતદારને ગોપીનાથજી મંદિરના ચૅરમૅન, કોઠારી સહિત ત્રણ સંતો વિરુદ્ધ ફરિયાદ આપી છે, જેમાં દેવ પક્ષના સ્વામી હરિજીવનદાસજી ચૅરમૅન ગોપીનાથજી મંદિર ગઢડા), સ્વામી હરિપ્રસાદદાસજી (અસિસ્ટન્ટ કોઠારી) તેમ જ સ્વામી ભાનુપ્રકાશદાસજીનાં નામો સામેલ છે.

આ પણ વાંચો : પ્રતાપ ઠાકોરે અલ્પેશની સરખામણી શ્વાન સાથે કરી

૧૦૦ વર્ષ જૂના વૃક્ષને કાપવાના મામલે ગઢડા મામલતદાર પીપળિયાને પૂછતાં જણાવેલું કે પાર્ષદ રમેશ ભગતે મંદિરના ચૅરમૅન સહિત ત્રણ વિરુદ્ધ વૃક્ષ છેદનની ફરિયાદ કરી છે જે તપાસ કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે એમ ગઢડા મામલતદારે જણાવ્યું હતું.

gujarat