સ્પેસ X પ્રોજેક્ટ : કચ્છના આકાશમાં દેખાઈ 60 સૅટેલાઇટની ટ્રેન

15 November, 2019 09:34 AM IST  |  Bhuj | Utsav Vaidh

સ્પેસ X પ્રોજેક્ટ : કચ્છના આકાશમાં દેખાઈ 60 સૅટેલાઇટની ટ્રેન

સૅટેલાઇટની ટ્રેન

સરહદી કચ્છની અમેરિકન કંપની સ્પેસ X દ્વારા ગઈ ૧૧ નવેમ્બરે ફ્લૉરિડાથી પ્રક્ષેપિત કરેલા ૬૦ જેટલા સૅટેલાઇટ્સની ચમકતી હારમાળા ગઈ કાલે રણકાંધીના પટ્ટામાં જોવા મળી હતી.

રણકાંધીના ધોરડો, ખાવડાથી લઈ ભચાઉના ચોબારી સુધીના પટ્ટામાં આ ચમકતી હારમાળા દેખાતાં લોકોમાં કુતૂહલ વ્યાપી ગયું હતું. કચ્છ ઍસ્ટ્રોનોમી ક્લબના નરેન્દ્ર ગોરે  જણાવ્યું હતું કે સાંજે ૭.૨૯ મિનિટથી લઈ ૭.૩૨ના અરસામાં આ સ્ટારલિન્ક ટ્રેન વાયવ્ય ખૂણેથી દક્ષિણ દિશા તરફ જતી દેખાઈ હતી. 

ઉલ્લેખનીય છે કે ગઈ ૨૬ મેની રાત્રે પણ આ વિસ્તારોમાં સ્ટારલિન્ક ટ્રેનનો નજારો જોવા મળ્યો હતો. ૧૧ નવેમ્બરે સ્પેસ X દ્વારા ફ્લૉરિડાના ઍરફોર્સ સ્ટેશનથી આ ૬૦ સૅટેલાઇટ્સ ફાલ્કન રૉકેટથી એકસાથે લૉન્ચ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : બાપે કર્યું પાપ: 6 વર્ષની દીકરી પર ત્રણ વાર દુષ્કર્મ કર્યું

અમેરિકન કંપની સ્પેસ X દ્વારા ૨૦૧૫માં સ્ટારલિન્ક પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટનો આશય આકાશમાં હજારો સૅટેલાઇટ્સનું નક્ષત્ર રચી ગ્લોબલ સૅટેલાઇટ બ્રૉડબૅન્ડ નેટવર્ક સ્થાપવાનો છે. આ પ્રોજેક્ટને ઇન્ટરનેટ ઑફ ફ્યુચર પણ કહેવાય છે. કંપની દ્વારા હજારો સૅટેલાઇટ્સ ‘વેરી લો અર્થ ઑર્બિટ’થી લઈ પૃથ્વીની અલગ-અલગ ભ્રમણકક્ષામાં તરતા મૂકવામાં આવશે.

gujarat bhuj kutch