ભુજ : નાગપુર વન-ડેમાં સટ્ટો રમતા બે સટ્ટોડીયાઓની LCB પોલીસે કરી ધકપકડ

06 March, 2019 08:38 PM IST  |  | દીર્ધ મીડિયા ન્યૂઝ એજન્સી

ભુજ : નાગપુર વન-ડેમાં સટ્ટો રમતા બે સટ્ટોડીયાઓની LCB પોલીસે કરી ધકપકડ

આધુનિક ઢબે રમાડતા સટ્ટો

નાગપુરમાં ગઇકાલે રમાયેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની રમાયેલી વન-ડે મેચ રમાઇ હતી. જેને પગલે ભુજ એલ.સી.બી. ને મળેલી બાતમીને આધારે શહેરની આભા હોટલ પાસે બે ક્રિકેટ પર સટ્ટો રમનારી પોલીસે ધરપકડ કરી હતી. ભુજમાં આભા હોટલ નજીક મોબાઇલ વિક્રેતાની દુકાનમાં આધુનીક ઢબે ક્રિકેટ પર સટ્ટો રમતા આરોપી પાસેથી એલ.સી.બી.એ 31,200ની રોકડ રકમ સાથે કુલ 46,200ની મતાનો મુદ્દામાલ ઝડપ્યો છે.

મળતી મહિતી મુજબ ભુજ એલ.સી.બી.એ મળેલી બાતમીને આધારે શહેરમાં આભા હોટલ પાસે મોબાઇલની દુકામાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા બે લોકોની ધરપકડ કરી હતી. આ બન્ને સટ્ટોડિયાઓ નાગપુર ખાતે રમાયેલી ભારત-ઓસ્ટ્રેલીયા વન-ડે ક્રિકેટ ટુર્નામેન્ટમાં ટીમોની હાર-જીત અને કઇ ટીમ કેટલા રન બનાવશે તથા રનના તફાવત ઉપર ક્રિકેટ સટ્ટો રમી રહ્યા હતા. બન્ને આરોપીઓ મોબાઇલ ફોનમાં ક્રિકેટ મેચને લગતી એપ્લીકેશન પરથી સટ્ટો રમાડી રહયા હતા. આ વાતની બાતમી મળતાં આ અંગે એલ.સી.બી. ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી.ઔસુરા સાથે સ્ટાફ કર્મીઓ સાથે રેડ કરતા બન્ને આરોપીઓની ધરપકડ કરાઈ હતી. રેડ દરમિયાન એલ.સી,બીએ 31,200 રુપિયા રોકડા અને 15,000ની કિમતના ફોન એમ કુલ 46,200 રુપિયાનો મુદ્દામાલ ઝડપ્યો હતો.

 

આ પણ વાંચો: IPL 2019: જાણો કોણ છે અત્યાર સુધીના બેસ્ટ સ્કોરર

 

હાલ બન્ને આરોપીઓ પોલીસની હિરાસતમાં છે અને આ પાછળ કોણ કોણ સામેલ છે તે વિશે પૂછપરછ કરવામાં આવી રહી છે. બન્ને આરોપીઓ વિરૂદ્ધ જુગાર ધારાની કલમ ૪,પ હેઠળ ધરપકડ કરી ભુજ શહેરના ડિવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

bhuj