બીજેપીશાસિત ગુજરાત આખા દેશમાં ભ્રષ્ટાચારના મામલે ત્રીજા ક્રમે

22 September, 2019 09:28 AM IST  |  મુંબઈ ડેસ્ક

બીજેપીશાસિત ગુજરાત આખા દેશમાં ભ્રષ્ટાચારના મામલે ત્રીજા ક્રમે

પ્રતીકાત્મક તસવીર

ગાંધીનગર : (જી.એન.એસ.) નીતિ આયોગના એક રિપોર્ટ મુજબ ભ્રષ્ટાચારના મામલામાં દેશમાં ગુજરાત ત્રીજા ક્રમે આવે છે. એક જ વર્ષમાં ગુજરાતમાં ભ્રષ્ટાચારના કેસની સંખ્યામાં બમણી વૃદ્વિ થઈ છે.

આખા દેશમાં ભ્રષ્ટાચારને લગતા જેટલા ગુના થાય છે એમાં ગુજરાત ત્રીજા ક્રમે છે. નીતિ આયોગના આંકડા મુજબ ગુજરાતમાં એક કરોડ રહેવાસીદીઠ ભ્રષ્ટાચારના ૧૬૭૭.૩૪ ગુના નોંધાય છે. ૨૪૯૨.૪૫ ગુના સાથે તામિલનાડુ પ્રથમ અને ૨૪૮૯.૮૩ ગુના સાથે ઓડિશા બીજા ક્રમે છે.
ઍન્ટિ કરપ્શન બ્યુરોના આંકડા મુજબ ૨૦૧૭ની સરખામણીએ ૨૦૧૮માં ભ્રષ્ટાચારના કેસમાં બમણો વધારો થયો હતો. ભ્રષ્ટાચારમાં સામેલ આરોપીઓની સંખ્યા ૨૦૧૭માં ૨૧૬ જેટલી હતી જે ૨૦૧૮માં ત્રણ ગણી વધીને ૭૨૯ થઈ હતી.
ઉલ્લેખનીય છે કે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અનેક વાર કહી ચૂક્યા છે કે તેમની સરકારે રાજ્યને ભ્રષ્ટાચારમુક્ત બનાવવાની પ્રતિજ્ઞા લીધી છે. સૉફ્ટવેર પ્રોફેશનલ અધીર કુમાર સિંહ જણાવે છે કે આ આંકડા ચોંકાવનારા છે, કારણ કે હું બે દસકાથી ગુજરાતમાં રહું છું. મને લાગે છે કે અહીં ઉત્તર ભારત કરતાં ઘણું ઓછું કરપ્શન છે. વળી અહીં લોકો ભ્રષ્ટાચારને લગતા ગુના નોંધાવાનું પસંદ નથી કરતા.

gujarat Gujarat BJP