ગાઢ ધુમ્મસ ફેલાતાં સુરતમાં હિલ-સ્ટેશન જેવો માહોલ સર્જાયો

03 January, 2020 10:08 AM IST  |  Surat

ગાઢ ધુમ્મસ ફેલાતાં સુરતમાં હિલ-સ્ટેશન જેવો માહોલ સર્જાયો

દક્ષિણ ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. છેલ્લા ત્રણેક દિવસથી તાપમાનનો પારો ગગડ્યો છે. ગુરુવારે વહેલી સવારથી હવામાં ભેજનું પ્રમાણ વધારે નોંધાયું હતું. સાથે જ સમગ્ર શહેરમાં ભારે ધુમ્મસ ઊતરી આવ્યું હતુ. શહેર પર ધુમ્મસની ચાદર છવાઈ હોય એમ હિલ-સ્ટેશન જેવો નજારો જોવા મળ્યો હતો. ખુશનુમા વાતાવરણનો નજારો અમુક લોકોએ મન ભરીને માણ્યો હતો તો વાહનચાલકોને ધુમ્મસના કારણે અસર પહોંચી હતી. વાહનોની લાઇટો ચાલુ રાખીને નીકળવાની ફરજ પડી હતી.

રાજ્યના દક્ષિણ ભાગમાં સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતુ. સુરત શહેરમાં વહેલી સવારથી ગાઢ ધુમ્મસની ચાદર ફેલાઈ હતી, જેના કારણે વાહનચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. લો વિઝિબિલિટીને કારણે વાહનવ્યવહાર ધીમો થઈ ગયો હતો, જ્યારે લો વિઝિબિલિટીના કારણે ટ્રેનની સ્પીડ પણ ધીમી કરવામાં આવી હતી. ઠંડી અને ધુમ્મસને પગલે સ્કૂલ વાહનો, રોજગારી માટે જતા લોકો અને હાઇવે પર લોકોને વાહન ચલાવવામાં ખૂબ મુશ્કેલી પડી હતી.

surat