અમિત જેઠવા હત્યા કેસઃ તમામ દોષિતોનેઆજીવન કેદની સજા

11 July, 2019 11:54 AM IST  |  અમદાવાદ

અમિત જેઠવા હત્યા કેસઃ તમામ દોષિતોનેઆજીવન કેદની સજા

ગુજરાતના બહુ ચર્ચિત અમિત જેઠવા કેસમાં કોર્ટે આરોપીઓને સજાનું એલાન કરી દીધું છે. કોર્ટે તમામ દોષિતોને આજીવન કેદની સજા ફરમાવી છે.

ઉલ્લેખનીય છે કે RTI કાર્યકર્તા અમિત જેઠવા કેસે રાજ્યભરમાં ચકચાર મચાવી હતી. આ બહુચર્ચિત કેસમાં સીબીઆઈએ સાત આરોપીઓને દોષી જાહેર કર્યા હતા. જેમાં ભાજપના પૂર્વસ સાંસદ દીનુ બોઘા સોલંકીને પણ દોષિત જાહેર કરાયા હતા. દીનુ બોઘા સોલંકી સાથે શૈલેષ પંડ્યા, ઉદાજી ઠાકોર, શિવા પચાણ, શિવા સોલંકી, બહાદુરસિંહ વાઢેર, સંજય ચૌહાણને પણ સીબીઆઈની કોર્ટે દોષી જાહેર કર્યા હતા.

આરોપીઓને દોષી જાહેર કરવા દરમિયાન CBIના વકીલે કોર્ટમાં આરોપીઓને કડક આજીવન કેદની સજા કરવાનીમ માંગણી કરી હતી. જ્યારે બચાવ પક્ષના વકીલે દીનુ બોઘા સોલંકીની ઉંમરને જોતા તેમને ઓછી સજા કરવાની માંગ કરી હતી.

2010માં જાહેરમાં થઈ હતી હત્યા

જૂનાગઢના RTI એક્ટિવિસ્ટ અમિત જેઠવાની 20 જુલાઈ 2010ના રોજ હાઈકોર્ટ સામે જ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. સીબીઆઈએ આ કેસની તપાસ હાથ ધરીને જૂનાગઢથી ભાજપના પૂર્વ સાંસદ દિનુ બોઘા સહિતના સાત આરોપીઓ સામે ચાર્જશીટ ફાઈલ કરી હતી. અમિત જેઠવાએ જે દિવસે જંગલમાં ચાલી રહેલા ગેરકાયદે ખનના વિશે PIL કરી હતી એ જ દિવસે હત્યા કરવામાં આવી હતી.

 

gujarat Crime News