સંઘર્ષ વચ્ચે સફળતા મેળવી અમદાવાદની કોમલ ગુપ્તાએ

26 May, 2019 03:08 PM IST  |  અમદાવાદ | શૈલેષ નાયક

સંઘર્ષ વચ્ચે સફળતા મેળવી અમદાવાદની કોમલ ગુપ્તાએ

મમ્મી સાથે કોમલ ગુપ્તા

‘હાશ હવે હું મંમ્મી માટે કંઇક કરી શકીશ. મમ્મીએ દુ:ખ વેઠીને અમને ભણાવ્યાં છે તો મારે પણ મમ્મી માટે કંઇક કરવાની ઇચ્છા હતી તે હવે હું પુરી કરી શકીશ.પોતાનું એક મકાન લઇને હું ભાડાના મકાનમાંથી મંમ્મીને છુટકારો અપાવીશ અને ત્યાં રાખીશ.’આત્મવિશ્વાસ સાથે gujaratimidday.com સમક્ષ ગઇકાલે કોમલ સંતોષભાઇ ગુપ્તાએ આમ કહ્યું હતું.

4 વર્ષ પહેલા અકસ્માતમાં પપ્પાના મૃત્યુ બાદ અમદાવાદના રાણીપ વિસ્તારમાં ભાડાના મકાનમાં જ નાનકડી દુકાનમાં મંમ્મીને મદદ કરતા કરતા અભ્યાસ કરી રહેલી કોમલ સંતોષભાઇ ગુપ્તાએ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ ૧૨ની સામાન્ય પ્રવાહની એકઝામમાં ૯૧.૮૫ ટકા સાથે એ વન ગ્રેડ મેળવી સફળતા હાંસલ કરી છે.

નવરચના વિદ્યાલયમાં અભ્યાસ કરતી કોમલ ગુપ્તાને મમ્મી માટે કંઇક કરી છુટવાની તમન્ના છે. કોમલ ગુપ્તાએ gujaratimidday.com ને કહયું હતું કે ‘૪ વર્ષ પહેલા પપ્પાના મૃત્યુ બાદ મંમ્મીએ મુશ્કેલી વચ્ચે ત્રણ ભાઇ બહેનનો ઉછેર કર્યો છે એટલે મમ્મી માટે હું કંઇક કરુ જેથી મને સંતોષ થાય.હાલમાં અમે એક મકાનમાં ભાડે રહીએ છીએ અને આ મકાનમાં નાની દુકાન છે.હવે મારે સી.એ.બનવુ છે કેમકે ભાડાના મકાનમાં અમે રહીએ છીએ એટલે મારે પૈસા કમાઇને પોતાનું એક મકાન લેવુ છે અને તેમાં હું મારી મમ્મી અને ભાઇ - બહેન સાથે રહીશું.’

આ પણ વાંચોઃ સુરત આગઃ વિદ્યાર્થિનીએ કહ્યું,'પપ્પા હું કુદી જાઉ છું' અને....

પતિના મૃત્યુ બાદ ભાડાના મકાનમાં આગળની ભાગે મોજા, નેપકીન, પગલુછણીયા, લેગીંન્સ સહિત હોઝીયરી કપડાં - વસ્તુઓની નાની દુકાન ચલાવતા કોમલના મમ્મી સંગીતાબહેને ‘મિડ-ડે’ને કહયું હતું કે ‘સંઘર્ષ કરીને ૩ બાળકોનો ઉછેર કરી રહી છું.મારી દિકરી કોમલ સૌથી મોટી છે અને મને તેના માટે ગર્વ છે, અભિમાન છે.હું બહાર જાઉં, દુકાનનો માલ લેવા જાઉં તો તે દુકાન સંભાïળે છે.દુકાનમાં કસ્ટમર આવે તો સાચવે છે. મારી દિકરી મને મદદ કરતી હોવાથી મારી ચિંતા ઓછી થઇ છે.’

ahmedabad gujarat