અમદાવાદ : માનહાનિ મામલે રાહુલ ગાંધી અને રણદીપ સુરજેવાલાને નોટિસ

08 April, 2019 06:22 PM IST  | 

અમદાવાદ : માનહાનિ મામલે રાહુલ ગાંધી અને રણદીપ સુરજેવાલાને નોટિસ

ADC બેન્કના અજય પટેલે કોર્ટમાં કરી હતી અરજી

રાહુલ ગાંધી આજે ફરી ચર્ચાનો મુદ્રો બન્યો છે. સોમવારે અમદાવાદ મેટ્રો કોર્ટે દ્વારા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પ્રવક્તા રણદીપ સુરજેવાલાને સમન્સ મોકલવામાં આવ્યું છે. સોમવારે મેટ્રો કોર્ટ દ્વારા અમદાવાદ જિલ્લા સહકારી બેન્ક (ADC)દ્વારા દાખલ કરાયેલ માનહાનિના મામલે 27 મેના અદાલતમાં હાજર રહેવા નોટિસ પાઠવવામાં આવી છે.

શું છે મામલો?
અમદાવાદ જિલ્લા સહકારી બેન્કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ રણદીપ સુરજેવાલ સામે સ્થાનિય અદાલતમાં આપરાધિક માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. આ મામલો 2016માં નોટબંધી વખતે 5 દિવસની અંદર 750 કરોડ રુપિયા બદલીને ઘોટાળામાં બેન્કને સામેલ હોવાના આરોપો સાથે જોડાયેલો છે.

 

આ પણ વાંચો: ચૂંટણી 2019: કોંગ્રેસેએ ગણાવ્યો ભાજપના મેનિફેસ્ટોને 'જુઠ કા ગુબ્બારા'

 

ADC બેન્કના અજય પટેલે કોર્ટમાં કરી હતી અરજી

શિકાયતકર્તા ADC બેન્ક અને અઘ્યક્ષ અજય પટેલ તરફથી દાખલ કરવામાં આવેલી અરજીમાં બન્ને નેતાઓ સામે આરોપ લગાવવામાં આવ્યો હતો. મેટ્રોપોટિલન મજીસ્ટ્રેટ એસ કે ગઢવીએ CRPCની કલમ 202 અંતર્ગત તપાસના આદેશ આપ્યા હતા. રાહુલ ગાંધી અને રણદીપ સુરજેવાલાએ બેન્ક પર આક્ષેપ લગાવ્યા હતા કે નોટબંધી દરમિયાન બેન્કે 5 દિવસમાં 745 કરોડ રુપિયાના નોટ જમા થયા હતા. મુંબઈના એક એક્ટિવિસ્ટ દ્વારા દાખલ કરવામાં આવેલી એક RTI સામે જવાબ આપ્યો હતો ત્યારબાદ રાહુલ ગાંધી અને સુરજેવાલાએ બેન્ક પર ટ્વિટ કરીને ઘોટાળાના આરોપ લગાવ્યા હતા જેની સામે બેન્કે માનહાનિનો કેસ કર્યો હતો. જેની સુનાવણી અંતર્ગત રાહુલ ગાંધી અને સુરજેવાલાને અમદાવાદ મેટ્રો કોર્ટમાં હાજર રહેવા સમન્સ મોકલવામાં આવ્યું છે.

rahul gandhi