અમદાવાદ મ્યુનિસિપલ કોંગ્રેસે મેયરની સરખામણી ગધેડા સાથે કરી, કર્યા દેખાવ

18 February, 2019 06:39 PM IST  |  અમદાવાદ

અમદાવાદ મ્યુનિસિપલ કોંગ્રેસે મેયરની સરખામણી ગધેડા સાથે કરી, કર્યા દેખાવ

મેયર બીજલ પટેલની સરખામણી ગધેડા સાથે

અમદાવાદ મ્યુનિસિપલ કોંગ્રેસ પક્ષે બજેટચર્ચામાં સમય ન આપવા મુદ્દે દેખાવો કર્યા છે. કોંગ્રેસનો આરોપ છે કે બજેટ ચર્ચામાં પ્રજાલક્ષી ચર્ચા કરવા માટે મેયરે સમય ન આપ્યો. આ દેખાવો દરમિયાન કોંગ્રેસના કાર્યકર્તાઓએ પોતાની મર્યાદા ઓળંગી છે અને મહિલા મેયર માટે અશોભનીય સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા.

મહિલા મેયરની સરખામણી ગધેડા સાથે કરીને શહેરના પ્રથમ નાગરિક અને મહિલાઓનું અપમાન કરવામાં આવ્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. અમદાવાદના મેયર બીજલ પટેલે કહ્યું કે કોંગ્રેસે મહિલાઓનું અપમાન કર્યું છે.

ahmedabad gujarat