અમદાવાદ: મુસ્લિમ યોગ ગુરૂને 'લંડન બૂક ઓફ રેકોર્ડ'નો એવોર્ડ એનાયત

26 August, 2019 04:38 PM IST  | 

અમદાવાદ: મુસ્લિમ યોગ ગુરૂને 'લંડન બૂક ઓફ રેકોર્ડ'નો એવોર્ડ એનાયત

અમદાવાદ શહેરમાં છેલ્લા 27 વર્ષથી યોગ શીખવતા યોગ ગુરૂને લંડન બૂક ઓફ રેકોર્ડનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. મહેબૂબ કુરેશી યોગ ગુરૂએ અનેક ગામડાઓ, શહેરોમાં 27 વર્ષથી યોગ શીખવાડી રહ્યાં છે. મહેબૂબ કુરેશીએ ગ્રેટ વોલ ઓફ ચાઈના ઉપર યોગ કરીને ખ્યાતિ પ્રાપ્ત કરી છે. ચાઈના વોલ પર મુસ્લિમ યોગ ગુરુ દ્વારા યોગ કર્યો હોવાથી તેમને આ એવોર્ડથી સમ્માનિત કરવામા આવ્યા છે.

મહેબુબ કુરેશી અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં યોગ કરાવી ચૂક્યા છે. મુસ્લિમ યોગ ગુરૂ મહેબૂબ કુરેશી છેલ્લા 27 વર્ષથી યોગ કરાવે છે. એટલું જ નહીં, તેઓ દુનિયાની એક અજાયબી ગણાતી 'ગ્રેટ વોલ ઓફ ચાઇના'થી લઇ સરખેજ રોજા અને જુહાપુરામાં પણ યોગ કરાવ્યા છે. યોગગુરૂ મહેબૂબ કુરેશી પાસેથી યોગ શીખવા માટે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સહિત અનેક લોકો જોડાય છે.

શહેરના પાલડી વિસ્તારમાં રહેતા મહેબૂબ કુરેશી ભાવનગરની ડીઓ કચેરીમાં નીરિક્ષક તરીકે કામ કરતા હતા. મહેબુબ કુરેશી સંખ્યાબંધ શૈક્ષણિક તાલીમ સંસ્થાઓમાં પણ શિક્ષકોને યોગની તાલીમ આપી ચૂક્યા છે. મહેબૂબ કુરેશીને લંડન બુક ઓફ રેકોર્ડ્સની સાથે અન્ય ઘણા એવોર્ડ મળી ચૂક્યા છે. મહેબૂબ કુરેશની યોગ ક્લાસમાં મોટી સંખ્યામાં લોકો જોડાય છે અને યોગની તાલિમ લે છે.

yoga gujarati mid-day