Breaking: આચાર્ય દેવવ્રત બન્યા ગુજરાતના નવા રાજ્યપાલ

15 July, 2019 02:25 PM IST  |  ગાંધીનગર

Breaking: આચાર્ય દેવવ્રત બન્યા ગુજરાતના નવા રાજ્યપાલ

આચાર્ય દેવવ્રત બન્યા ગુજરાતના નવા રાજ્યપાલ

આચાર્ય દેવવ્રત ગુજરાતના નવા રાજ્યપાલ બન્યા છે. જેઓ હિમાચલના રાજ્યપાલ હતા. જેમની ટ્રાન્સફર કરવામાં આવી છે. કલરાજ મિશ્રા હિમાચલ પ્રદેશના નવા રાજ્યપાલ છે.

 

હિમાચલના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને ગુજરાતના નવા રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. આચાર્ય દેવવ્રતની ટ્રાન્સફર કરવામાં આવી છે. તેઓ ઓ. પી. કોહલીની જગ્યા લઈ રહ્યા છે.

કોણ છે આચાર્ય દેવવ્રત?

આચાર્ય દેવવ્રત 2015થી આજ સુધી હિમાચલ પ્રદેશના રાજ્યપાલ હતા. તેઓ કુરુક્ષેત્રમાં પ્રિન્સીપાલ તરીકે કામ કરતા હતા. તેઓ હિમાચલ પ્રદેશની સ્ટેટ યુનિવર્સિટીની ચાન્સેલર પણ છે.

પૂરો થઈ ગયો ઓ. પી. કોહલીનો કાર્યકાળ

ગુજરાતના વર્તમાન રાજ્યપાલ ઓ. પી. કોહલીનો પાંચ વર્ષનો કાર્યકાળ 15 જુલાઈએ પૂર્ણ થઈ ગયો છે. ઓ. પી. કોહલીને 16 જુલાઈ 2014ના રોજ ગુજરાતના રાજ્યપાલ નિયુક્ત કરાયા હતા. ગુજરાતના સીએમ નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ ઓ. પી. કોહલીની રાજ્યના ગવર્નર તરીકે નિમણૂંક થઈ હતી. વચ્ચે એવી પણ ચર્ચા હતી કે વિવાદ વગરની કરિયરને કારણે કેન્દ્ર સરકાર રાજ્યપાલને ઓ. પી. કોહલીને એક્સટેન્શન આપી શકે તેવી ચર્ચા હતી. જો કે હવે આચાર્ય દેવવ્રતની પસંદગી કરવામાં આવી છે.

કોણ છે કલરાજ મિશ્ર?

કલરાજ મિશ્ર સોળમી લોકસભાના સાંસદ છે. 2014ની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશની દેવરિયા બેઠકથી ભાજપની ટિકિટ પર લડ્યા હતા અને જીત્યા હતા. તેઓ સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગ મંત્રી છે. જો કે લોકસભા 2019માં તેમને ટિકિટ નથી આપવામાં આવી.

gujarat gandhinagar