AMC એ મુક્યો 2 દિવસ માટે પાણીનો કાપ, સ્થાનિકો પરેશાન

22 July, 2019 04:58 PM IST  | 

AMC એ મુક્યો 2 દિવસ માટે પાણીનો કાપ, સ્થાનિકો પરેશાન

અમદાવાદ એક તરફ વરસાદ ન પડવાના કારણે ત્રાહીમામ પોકારી રહ્યું છે ત્યારે બીજી તરફ ગરમીમાં બફારા વચ્ચે AMC દ્વારા બે દિવસ પાણી કાપ મુક્યો છે. શહેરના કોતરપુર વોટર ટ્રિટમેન્ટ પ્લાંટ અને અખબારનગર અંડરપાસથી પસાર થતી મુખ્ય લાઇનમાં રિપેરિંગ અને જોડાણના કામકાજ માટે બે દિવસ પાણી કામ મુકાયો છે. શહેરના 5 ઝોનમાં આજ સવારથી જ પાણી આપવાનું બંધ કરવામાં આવ્યું છે જેના કારણે લોકોને ભારે હેરાન-પરેશાન થવું પડ્યું છે.

રાણીપ, વાડજ, નવા વાડજ, ગોતા સહિત અનેક વિસ્તારોમાં પાણી ન આવતા લોકોએ પરેશાની ભોગવી હતી અને કાપના કારણે પાણીનાં ટેકરો દોડાવવાની ફરજ પડી હતી. ઘણી જગ્યાએ પાણીના અભાવે લોકોએ વલખા મારવા પડ્યા હતા. જો કે AMC એ બે દિવસ અગાઉથી પાણી કાપની જાહેરાત કરી દેવામાં આવી હતી. શહેરના અખબારનગર અન્ડરપાસ પાસે અને કોતરપુર વોટરવર્કસની જોઈન્ટ લાઇનોમાં ભાંગાણ પડતા તેના રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. મધ્ય ઝોન, પૂર્વ ઝોન, પશ્ચિમ ઝોન, ઉત્તર ઝોન સહિતના વિસ્તારોમાં આજે સવારથી પાણી બંધ કરવામાં આવ્યું છે. દરેક વિસ્તારના વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરમાંથી હયાત જથ્થા મુજબ પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: વીડિયો: બાન્દ્રામાં આવેલી MTNLની બિલ્ડીંગમાં આગ,100થી વધુ લોકો ફસાયા

કાપના બીજા દિવસે પણ લોકોને પાણીની અછતના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે કારણ કે પૂર્વ અને ઉત્તર ઝોનમાં પાણી કાપની સમસ્યા વધુ વર્તાશે. પાણી કાપના કારણે કેટલાક વિસ્તારોમાં નાગરિકોને પીવા માટે પાણીનું બોટલો મંગાવાની ફરજ પડી હતી. AMCએ દાવો કર્યો છે કે આવનારા 2 દિવસમાં વોટર પ્રોજેક્ટ વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે લાઇનોના લીકેજની કામગીરી પૂરી કરી દેવામાં આવશે.

gujarat gujarati mid-day