Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > વીડિયો: બાન્દ્રામાં આવેલી MTNLની બિલ્ડીંગમાં આગ,100થી વધુ લોકો ફસાયા

વીડિયો: બાન્દ્રામાં આવેલી MTNLની બિલ્ડીંગમાં આગ,100થી વધુ લોકો ફસાયા

22 July, 2019 04:53 PM IST |

વીડિયો: બાન્દ્રામાં આવેલી MTNLની બિલ્ડીંગમાં આગ,100થી વધુ લોકો ફસાયા

વીડિયો: બાન્દ્રામાં આવેલી MTNLની બિલ્ડીંગમાં આગ,100થી વધુ લોકો ફસાયા


મુંબઈના બાન્દ્રામાં આવેલી MTNLની બિલ્ડીંગમાં લાગ આગનો બનાવ બન્યો છે. આગ લાગવાની સૂચના સાથે ફાયર બ્રિગેડની 14 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે અને આગને કાબૂમાં લેવા પ્રયત્ન કરાઈ રહ્યો છે. બિલ્ડીંગના ત્રીજા અને ચોથા માળે આગ લાગી છે. આ બિલ્ડીંગમાં 100 જેટલા ફસાયા હોવાની આશંકા સેવાઈ રહી છે. ફસાયેલા લોકોને બચાવવા માટે ફાયર બ્રિગેડ સતત પ્રયત્ન કરી રહ્યું છે. બાન્દ્રાના કેસી માર્ગ પાસે આવી મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડની ઓફિસમાં ભયંકર આગ લાગી હતી.




શરૂઆતી રિપોર્ટ અનુસાર, આ આગ લેવલ 3ની આગ છે જે મુંબઈ ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર કરાઈ હતી. જો કે આગ લાગવા પાછળનું કારણ હજુ સુધી અકબંધ છે. રાહતની વાત એ છે કે, અત્યાર સુધી કોઈ પણ જાનહાનીના સમાચાર નથી.

રવિવારે મુંબઈના કોલાબામાં તાજ હોટલની બાજુમાં આવેલી ચર્ચિલ બિલ્ડીંગમાં આગ લાગી હતી. આ આગમાં 1 વ્યક્તિનું મોત થયું હતું જ્યારે 2 લોકો ઈજાગ્રસ્ત થયાં હતાં. આગમાં 54 વર્ષીય શ્યામ અય્યરનું મોત થયું હતું.


Whatsapp-channel Whatsapp-channel

22 July, 2019 04:53 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK