મુંદ્રા પોર્ટ પરથી પકડાયેલ ૬૦ કિલો વિદેશી હાઇડ્રોપોનિક ગાંજો કેનેડાથી પંજાબ પહોંચવાનો હતો

21 January, 2022 05:34 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આ ડ્રગ કેનેડાથી પંજાબના ગોવિંદગઢમાં જવાનું હતું તેવી માહિતી સામે આવી રહી છે. હાલ 1 કન્ટેનરમાં ગાંજો હોવાની માહિતી પણ મળી હતી

પ્રતીકાત્મક તસવીર

NCB દ્વારા મુદ્રા પોર્ટ પરથી વિદેશી ડ્રગ કબ્જે કરવામાં આવ્યું  છે. ગાંજા સહિત અન્ય મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. આ મામલે છેલ્લા 2 દિવસથી કાર્યવાહી ચાલી રહી છે. આ ડ્રગ કેનેડાથી પંજાબના ગોવિંદગઢમાં જવાનું હતું તેવી માહિતી સામે આવી રહી છે. હાલ 1 કન્ટેનરમાં ગાંજો હોવાની માહિતી પણ મળી રહી છે.

ન્યુઝ18 ગુજરાતીના એક રિપોર્ટ પ્રમાણે, કેનેડાના ઓન્ટેરિયોથી આ ડ્રગ સપ્લાય કરવામાં આવ્યું હતું. આ ડ્રગને ત્યાં રહેતી અમરજીત નામની વ્યક્તિએ મોકલ્યું હોવાની વાત બહાર આવી રહી હતી. આ ડ્રગ કેનેડાથી પંજાબના ગોવિંદગઢમાં એક ફેક્ટરીમાં સપ્લાય થવાનું હતું. 1 કન્ટેનરમાં ગાંજો હોવાનું સામે આવ્યું છે. મુદ્દામાલની ચકાસણી બાદ સામે આવ્યું છે કે, આ ડ્રગ હાઈડ્રોપોનિક ગાંજો છે અને જે કુલ 60 કિલો હોવાનું સામે આવી રહ્યું છે.

આ ડ્રગની વિદેશમાં ખૂબ જ માંગ છે અને જેની કિંમત 1 કિલોની 20 લાખ સુધીની હોય છે. આ મામલે 2થી વધુ લોકોની અટકાયત પણ કરવામાં આવી છે અને જેમની પૂછપરછ ચાલી રહી છે. આ ડ્રગ પહેલી વાર મોકલવામાં આવ્યું છે કે પછી અગાઉ પણ સપ્લાય થયુ છે અને પંજાબનો ડ્રગ માફિયા કોણ છે તે તમામ માહિતી મેળવવા કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ડ્રગને ખુબજ આસાનીથી ઉગાડી શકાય છે અને ભારતમાં મળતા ગાંજા કરતા ખૂબ અલગ અને તીવ્ર હોય છે. જેથી વિદેશમાં તેની ખુબ વધારે ડિમાન્ડ પણ છે. આ ડ્રગ પંજાબમાં કોની પાસે જઈ રહ્યું હતું તે શોધવા માટે ncbની અલગ અલગ ટિમો કામ કરી રહી છે અને તપાસમાં તમામ લોકોના નામ સામે આવી શકે છે.
gujarat Narcotics Control Bureau NCB