Gujarat Election: પહેલા તબક્કાના મતદાનની મહત્વની 6 બાબતો પર નજર

02 December, 2022 12:57 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

ગુરૂવારે ગુજરાતમાં જે વિધાનસભા બેઠકો માટે મતદાન કરવામાં આવ્યું તેમાંથી આ બેઠકો મહત્વની છે.

તસવીર: ગુજરાતી મિડ-ડે

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022(Gujarat Election 2022)માટે પહેલા તબક્કાનું મતદાન (Gujarat Election Voting)ગુરૂવારે એટલે કે 1 ડિસેમ્બર, 2022ના રોજ રાજ્યની કુલ બેઠક 182માંથી 89 બેઠકો પર મતદાન થઈ ગયું છે. 19 જિલ્લાઓના 788 ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થઈ ગયું છે. પહેલા તબક્કાના મતદાનની કેટલીક ખાસ બાબતો પ ર નજર કરીએ. 

ગુરૂવારે ગુજરાતમાં જે વિધાનસભા બેઠકો માટે મતદાન કરવામાં આવ્યું તેમાંથી મોરબી, રાજકોટ, કચ્છ, પોરબદર અને જૂનાગઢ પર ખરાખરીનો જંગ છે.

ગુજરાતમાં BJP છેલ્લા 27 વર્ષથી એટલે કે 1995થી સત્તામાં છે, પરંતુ 2002 પછી તેમની સીટમાં ઘટાડો થઈ રહ્યો છે. વર્ષ 2017માં તેમને 99 સીટ સાથે જીત મેળવી હતી. 

જામનગર સીટ પર પ્રથમ વાર રવિન્દ્ર જાડેજાના ભાજપ બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યાં છે, તો તેમની સામે નણંદ નયના બા ચૂંટણી લડી રહ્યાં છે. આ બેઠક પરની જંદ રસપ્રદ રહેશે.

વર્ષ 2002માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બેઠક રાજકોટ પશ્ચિમમાં પણ પ્રથમ તબક્કામાં મતદાન થયું છે.

વડાપ્રધાન ભાજપના પ્રચાર માટે 1 અને 2 ડિસેમ્બરે રાજ્યના પ્રવાસે હશે અને બે દિવસમાં કુલ સાત રેલીઓને સંબોધશે.

પ્રથમ તબક્કામાં ભાજપ, કોંગ્રેસ, AAP ઉપરાંત BSP, SP, CPM, BTP અને અન્ય 36 પક્ષોના ઉમેદવારો પણ મેદાનમાં છે.

આ પણ વાંચો: રિવાબા અને રવિન્દ્ર જાડેજાનું અલગ-અલગ મતદાન, નેતાઓનો જોવા મળ્યો કપલ મોડ

gujarat election 2022 gujarat elections gujarat news rajkot