સુરતની 440 હેક્ટર જમીનો રિઝર્વેશનમાંથી મુક્ત કરાશે: CM રૂપાણી

13 November, 2019 08:57 AM IST  |  Surat

સુરતની 440 હેક્ટર જમીનો રિઝર્વેશનમાંથી મુક્ત કરાશે: CM રૂપાણી

વિજય રૂપાણી

સુરત શહેરના ડેવલપમેન્ટ પ્લાનમાં રખાયેલી ૧૬૬૦ હેક્ટર જમીનનાં ૨૦૧ જેટલાં વિવિધ રિઝર્વેશનમાંથી ૩૦ વર્ષથી ચાલતા આવેલા પ્રશ્નનું જનહિતમાં નિવારણ મુખ્ય પ્રધાને લાવી દીધું છે. સુરત શહેરના વિકાસની જરૂરિયાતો ધ્યાનમાં રાખી ૫૦ ટકા કપાતના ધોરણે ટી.પી. સ્કીમ બનાવી આ જમીનો રિઝર્વેશનમાંથી મુક્ત કરવાનો તેમણે નિર્ણય કર્યો છે.

જાહેર સુવિધાઓ માટે રાખવામાં આવેલી સુડાની આશરે ૫૦ હેક્ટર અને મહાનગરપાલિકાની અંદાજે ૩૯૦ હેક્ટર મળી ૪૪૦ હેક્ટર જમીન રિઝર્વેશનથી મુક્ત થશે.

તેમણે અન્ય હેતુઓ અને એજન્સીઓ માટે અનામત રખાયેલી ૪૧૫ હેક્ટર જેટલી જમીન પણ રિઝર્વેશનમાંથી મુક્ત કરવાનો નિર્ણય કર્યો છે. આવી રિઝર્વેશનમુક્ત થતી જમીનોમાં સત્તા મંડળો દ્વારા ૫૦ ટકાના ધોરણે ટી.પી. સ્કીમ બનાવવામાં આવશે. સુરત મહાનગર માં કુલ મળીને ૮૫૫ હેક્ટર જમીન રિઝર્વેશનથી મુક્ત થવાથી બાંધકામ માટે ઉપલબ્ધ થશે અને નાગરિકોને સસ્તા દરે આવાસ મળશે તેમ જ રિયલ એસ્ટેટ ક્ષેત્રને વેગ મળશે.

વિજય રૂપાણીએ સુરત મહાનગરના મેયર તેમ જ પદાધિકારીઓ અને સુરત મહાપાલિકા કમિશનર બંછાનિધ‌િ પાની સુડાના અધિકારીઓ તેમ જ મુખ્ય પ્રધાનના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન શહેરી વિકાસ અધિક મુખ્ય સચિવ મુકેશ પુરી મુખ્ય પ્રધાનના અગ્ર સચિવ મનોજકુમાર દાસ સાથે ગાંધીનગરમાં યોજેલી મહત્ત્વપૂર્ણ બેઠકમાં તેમણે આ ઐતિહાસિક નિર્ણય કર્યો છે.

surat gujarat Vijay Rupani