કચ્છમાં ૪.૨ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિ નહીં

18 June, 2021 05:44 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

આજે દેશના ત્રણ રાજ્યોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા

પ્રતીકાત્મક તસવીર

ગુજરાતના કચ્છમાં આજે ફરી એકવાર આજે ભૂકંપના આંચકા અનુભવાયા છે. જોકે, રાહતની વાત એ છે કે કોઈ જાનહાનિ થઈ નથી. તે સિવાય આજે દેશના અન્ય ત્રણ રાજ્યોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

આજે સવારે કચ્છમાં ૪.૨ની તીવ્રતાનો ભૂકંપ આવતા લોકો ડરી ગયા હતા. ભૂકંપનું કેન્દ્રબિંન્દુ વામકાથી ૧૧ કિ.મી દૂર નોંધાયું હતું. ભૂકંપ અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.

ભારતના ત્રણ રાજ્યોમાં શુક્રવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ત્રણ રાજ્યોમાં ભૂકંપના આંચકા અલગ અલગ સમયે આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૪.૧, ૩.૦ અને ૨.૬ હોવાનું જાણવા મળ્યું છે. આ ભૂકંપના આંચકા ક્રમશ સોનિતપુર એટલે કે આસામ, ચંદેલ એટલે કે મણિપુર અને પશ્ચિમ ખાસી હિલ્સ એટલે કે મેઘાલયમાં અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીએ ભૂકંપની ખાતરી કરી છે.

નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીના જણાવ્યા અનુસાર, પશ્ચિમ ખાસી હિલ્સ એટલે કે મેઘાલયમાં ભૂકંપનો આંચકો વહેલી સવારે ૪ વાગીને ૨૦ મિનિટે આવ્યો અને અહીં સૌથી ઓછી એટલે કે ૨.૬ની તીવ્રતા નોંધાઈ હતી. આ સિવાય સોનિતપુર એટલે કે આસામમાં સવારે ૨ વાગીને ૪૦ મિનિટે ભૂકંપ આવ્યો હતો અને તેની તીવ્રતા ૪.૧ની હતી. ચંદેલ એટલે કે મણિપુરમાં સવારે ૧ વાગીને ૦૬ મિનિટે ૩.૦ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો.

gujarat kutch meghalaya manipur assam