કચ્છમાં 4.1ની તિવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાની નહીં

02 September, 2020 06:31 PM IST  |  | Gujarati Mid-day Online Correspondent

કચ્છમાં 4.1ની તિવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાની નહીં

પ્રતીકાત્મક તસવીર

કચ્છ જિલ્લામાં ભૂકંપના નાના મોટા આંચકા આવવાનું સતત ચાલુ જ હોય છે. આજે એટલે કે બુધવારે બપોરે કચ્છમાં 4.1ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો ઘરની બહાર દોડી ગયા હતા. બપોરના 2.09 વાગ્યે ભૂકંપને પગલે લોકોએ ધરતીમાં ધ્રૂજારાનો અનુભવ કર્યો હતો. કેટલાક લોકો ઘરની બહાર દોડી ગયા હતા.

ગાંધીનગર સ્થિત ઈન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચે જણાવ્યું હતું કે, કચ્છથી સાત કિલો મીટર અંતરે આવેલા દુધઈમાં ભૂકંપનું કેન્દ્રબિંદુ હતું. ભૂકંપ જમીનથી 30.5 કિ.મીની ઉંડાઈ આવ્યો હતો. આઈએસઆરના મતે, બુધવારે બપોરે કચ્છ જિલ્લામાં હળવો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો અને મોરબીમાં પણ કેટલાક ભાગમાં તેની અસર જોવા મળી હતી. જો કે આ હળવો આંચકો હોવાથી જાનમાલનું કોઈ નુકસાન થયું નથી. અગાઉ સવારના પણ 2.3ની તીવ્રતાનો હળવો આંચકો સ્થાનિકોએ અનુભવ્યો હતો. જેનું કેન્દ્રબિંદુ જામનગર જિલ્લાના લાલુપરથી 15 કિલો મીટર પૂર્વ-ઉત્તર તરફ હોવાનું જણાયું હતું.

2002ના ભૂકંપ બાદ કચ્છમાં અવારનવાર ભૂકંપના આંચકા અનુભવાતા હોય છે.

gujarat saurashtra kutch earthquake