11 February, 2023 03:18 PM IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
ગુજરાત (Gujarat)ના બે શહેરોમાં આજે ભૂકંપના આંચકા અનુભવાયા છે. મોડી રાત્રે સુરત (Surat)માં અને બપોરે કચ્છ (Kutch)ના દુધઈમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સુરતમાં રાત્રે એક વાગ્યાની આસપાસ ૩.૭ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જ્યારે કચ્છમાં બપોરે ૧.૫૧ વાગ્યે ૩.૭ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. સદ્નસીબે કોઈ જાનહાની થઈ નથી.
આજે બપોરે ૧.૫૧ વાગ્યે કચ્છના દુધઈમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૩.૭ માપવામાં આવી છે. આ ભૂકંપનું કેન્દ્ર કચ્છથી લગભગ ૨૫ કિમી દૂર હોવાનું કહેવાય છે. જોકે, જાનમાલનું નુકસાન થયું નથી. હજુ એક દિવસ પહેલાં જ કચ્છના ભચાઉમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૩.૦ નોંધાઈ હતી. આ ઉપરાંત અમરેલી જિલ્લામાં એક પછી એક ત્રણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપને કારણે લોકો ડરી ગયા હતા.
આ પણ વાંચો - તુર્કી અને સીરિયામાં આવેલા વિનાશક ભૂકંપે કેવી તબાહી મચાવી, જુઓ તસવીરોમાં
જ્યારે શનિવારે સુરતમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા ૩.૮ જણાવવામાં આવી રહી છે. ઇન્સ્ટિટ્યૂટ ઑફ સિસ્મોલોજીકલ રિસર્ચ (ISR)ના અધિકારીએ જણાવ્યું હતું કે, શનિવારે વહેલી સવારે ગુજરાતના સુરત જિલ્લામાં ૩.૮ તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેનું કેન્દ્રબિંદુ સુરતના લગભગ ૨૭ કિમી પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ (WSW) હતું, તેમણે જણાવ્યું હતું. ભૂકંપનો સમય ૧૨.૫૩નો હોવાનું કહેવાય છે. ભૂકંપનું કેન્દ્ર ૫.૨ કિમીની ઉંડાઈએ હતું અને એપીસેન્ટર સુરત જિલ્લાના હજીરાથી દૂર અરબી સમુદ્રમાં હતું. આંચકાને કારણે કોઈ જાન-માલનું નુકસાન થયું નથી.
આ પણ વાંચો - આ બેડ ભૂકંપથી બચાવશે
ભૂકંપ આવે ત્યારે કરો આટલું :