ગુજરાતી યુવાને USમાં બેઠા બેઠા શહીદોના પરિવાર માટે ભેગા કર્યા 6 કરોડ

20 February, 2019 05:40 PM IST  |  US

ગુજરાતી યુવાને USમાં બેઠા બેઠા શહીદોના પરિવાર માટે ભેગા કર્યા 6 કરોડ

વડોદરાના આ યુવાને સૈનિકોના પરિવારો માટે એકઠા કર્યા પાંચ કરોડ

જમ્મૂ કશ્મીરમાં CRPFના કાફલા પર થયેલા હુમલાની દેશભરમાંથી નિંદા થઈ રહી છે. ક્રિકેટર્સ, બોલીવુડ સ્ટાર્સ, ઉદ્યોગપતિઓ પુલવામામાં શહીદ થયેલા પરિવારોની મદદ માટે આગળ આવી રહ્યા છે. એટલું જ નહીં સામાન્ય લોકો પણ પોતાની રીતે જવાનોના પરિવારોને મદદ કરી રહ્યા છે. ત્યારે મૂળ વડોદરાના એક યુવાને અનોખી પહેલ કરી છે. 26 વર્ષના વિવેક પટેલે ફેસબુકના માધ્યમથી જવાનો માટે ફંડ રેઈઝ કર્યું છે. આ રકમ 6 કરોડથી વધુ થાય છે.

અમેરિકામાં બેઠા-બેઠા ભેગું કર્યું ફંડ
હુમલામાં શહીદ થયેલા પરિવારોની મદદ માટે અનેક એપ્લિકેશન બનાવવામાં આવી છે. પરંતુ તેમાં ઈન્ટરનેશનલ કાર્ડ નથી સ્વીકારવામાં આવતા. જેના કારણે ભારતથી બહાર રહેતા લોકો મદદ નથી કરી શકતા. આ સ્થિતિમાં વિવેક પટેલે એક રસ્તો કાઢ્યો. તેમણે ફેસબુક પર એક પોસ્ટ કરી અને લોકોને શહીદોની મદદ માટે ફંડ આપવા માટે અપીલ કરી.

વિવેકની આ પોસ્ટને લોકોએ ખૂબ જ સારો રિસ્પોન્સ આપ્યો અને પૈસા પણ આપ્યા. લોકોએ આ પોસ્ટને શેર પર કરી અને તેમના સાથીઓને પૈસા આપવા પણ અપીલ કરી.

આ પણ વાંચોઃ રૉની સ્ક્રૂવાલા અને ઉરી દ્વારા શહીદો માટે કરવામાં આવ્યું એક કરોડ રૂપિયાનું દાન

વિવેકને ઓસ્ટ્રેલિયા, જર્મની અને કેનેડાથી પણ લોકોના ફોન આવી રહ્યા છે કે તેઓ પણ શહીદોના પરિવારની મદદ કરવા માંગે છે. વિવેક યૂએસના ભારતીય દૂતાવાસના સંપર્કમાં છે. જેથી તે આ ફંડના પૈસા શહીદોના પરિવાર સુધી પહોંચાડી શકે.

jammu and kashmir pulwama district national news