તાપી: ઉચ્છલના નેશનલ પોલટ્રી ફાર્મમાં મરઘાંનો બર્ડ ફ્લૂ રિપોર્ટ પૉઝિટિવ

15 February, 2021 09:59 PM IST  |  Tapi | Gujarati Mid-day Online Correspondent

તાપી: ઉચ્છલના નેશનલ પોલટ્રી ફાર્મમાં મરઘાંનો બર્ડ ફ્લૂ રિપોર્ટ પૉઝિટિવ

પ્રતીકાત્મક તસવીર

દેશમાં એક તરફ કોરોના વાયરસન પર ધીમે-ધીમે કાબુ મેળવવામાં આવી રહ્યો છે. ત્યાં ગુજરાતના તાપી જીલ્લામાંથી એક ખરાબ સમાચાર આવ્યા છે. અહીં બર્ડ ફ્લૂના નવા કેસ મળી આવતા ચકચાર મચી ગયો છે.

તાપીના ઉચ્છલમાં આવેલા નેશનલ પોલટ્રી ફાર્મમામં બર્ડ ફલૂનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. ઉચ્છલના નેશનલ પોલટ્રી ફાર્મમાં મરઘાંનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બે મરઘાં ફાર્મમાંથી ભેગા કરવામાં આવેલા નમૂનાઓમાં એવિયન ઈન્ફલ્યુએન્ઝા પૉઝિટિવ આવ્યા આવ્યા છે. બર્ડફ્લૂના ખતરાને પગલે અંદાજે 17,000 જેટલા પક્ષીઓનો નાશ કરવામાં આવશે. 

આ બાબતે કલેક્ટર જાહેરનામું પ્રસારિત કરશે તેવી માહિતી મળી છે. જિલ્લા બહારથી ટીમ આવશે ત્યાર બાદ કામગીરી હાથ ધરવામાં આવશે., તેવું કહેવામાં આવી રહ્યું છે.

gujarat