નાઈટ કર્ફ્યૂ છતાં ગુજરાતમાં 9 મહિનામાં સૌથી વધુ કેસ આજે

21 November, 2020 08:00 PM IST  |  Gujarat | Gujarati Mid-day Online Correspondent

નાઈટ કર્ફ્યૂ છતાં ગુજરાતમાં 9 મહિનામાં સૌથી વધુ કેસ આજે

પ્રતિકાત્મક તસવીર

ગુજરાતમાં કોરોના મહામારી સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી હોવાથી અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં નાઈટ કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે. આશા હતી કે આ કર્ફ્યૂના લીધે સંક્રમણમાં ઘટાડો થશે. જોકે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં દૈનિક કોવિડ-19 પૉઝિટિવની સંખ્યામાં નવ મહિનામાં સૌથી વધુ વધારો થયો છે.

આજે રાજ્યમાં 1515 પૉઝિટિવ કેસ આવ્યા છે. આમ ગુજરાતમાં કોવિડ-19 ના કુલ કેસોની સંખ્યા વધીને 1,95,917એ પહોંચી છે. આજે 9 દર્દીઓનું નિધન પણ આ મહામારીને લીધે થયુ હતું.  કૂલ મૃત્યુઆંક વધીને 3846એ પહોંચ્યો છે.

જોકે 1271 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાથી રિકવર પણ થતા સાજા થવાનો દર એટલે કે રિકવરી રેટ 91.26 ટકા છે.

આજે અમદાવાદ કોર્પોરેશન 354, સુરત કોર્પોરેશન 211, વડોદરા કોર્પોરેશન 125, રાજકોટ કોર્પોરેશન 89, બનાસકાંઠા 55, ગાંધીનગર કોર્પોરેશન 53, મહેસાણા 53, પાટણ 51, સુરત 51, રાજકોટ 48, વડોદરા 39, ગાંધીનગર 36, કચ્છ 30, અમરેલી 24, પંચમહાલ 23, જામનગર કોર્પોરેશન 21, જામનગર 20, ખેડા 20, અમદાવાદ 19, મહીસાગર 19, સાબરકાંઠા 17, સુરેન્દ્રનગર 15, ભાવનગર કોર્પોરેશન 14, દાહોદ 14, મોરબી 14, અરવલ્લી 12, જુનાગઢ કોર્પોરેશન 12, નર્મદા 12, ગીર સોમનાથ 10, આણંદ 8, જુનાગઢ 8, ભરૂચ 6, છોટા ઉદેપુર 6, તાપી 6, ભાવનગર 5, બોટાદ 4, દેવભૂમિ દ્વારકા 4, નવસારી 3, વલસાડ 3, પોરબંદર 1 કેસ સામે આવ્યા છે.

આરોગ્ય વિભાગનાં આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં મોતનો આંકડો વધ્યો છે. આજે રાજ્યમાં 9 દર્દીના મોત થયા હતા જેમાં અમદાવાદ કોર્પોરેશન 5, સુરત કોર્પોરેશન 2, ગીર સોમનાથ 1, રાજકોટ કોર્પોરેશન 1 વ્યક્તિનો સમાવેશ છે.

gujarat covid19 coronavirus