Gujarat: મોરબીમાં મીઠાના કારખાનાની દિવાલ ધરાશાયી, 12 લોકોના મોતના પર પીએમ મોદીએ વ્યક્ત કર્યુ દુઃખ

18 May, 2022 04:45 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આ કંપનીમાં મીઠું બનાવવામાં આવે છે. દિવાલ જૂની અને જર્જરિત હોવાથી અકસ્માત સર્જાયો હતો. પીએમ નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.

તસવીર(પલ્લવ પાલીવાલ)

મોરબી: ગુજરાતના હળવદ ઔદ્યોગિક વિસ્તારમાં મોરબીમાં મીઠાના કારખાનાની દિવાલ ધરાશાયી થતાં ઓછામાં ઓછા 12 લોકોના મોત થયા છે. આ કંપનીમાં મીઠું બનાવવામાં આવે છે. દિવાલ જૂની અને જર્જરિત હોવાથી અકસ્માત સર્જાયો હતો. પીએમ નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.

આ ઘટના સાગર સોલ્ટ ફેક્ટરીમાં બની હતી. આ અકસ્માત અંગે ગુજરાતના શ્રમ અને રોજગાર મંત્રી અને સ્થાનિક ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ શોક વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે સરકાર મૃતકોના પરિવારજનોની સાથે છે. ઓછામાં ઓછા 12 કામદારો મૃત્યુ પામ્યા છે, એમ તેમણે જણાવ્યું હતું.

30 કામદારો ફસાયા હોવાની આશંકા 
દિવાલની બાજુમાં મીઠાની બોરી જમા કરતી વખતે અકસ્માત સર્જાયો હતો. આ દરમિયાન દિવાલ ધરાશાયી થઈ હતી. મીઠાની બોરીઓ નીચે દટાઈ જવાથી ઘણા મજૂરોના મોત થયા હતા. 30 મજૂરો દટાયા હોવાની આશંકા છે. કાટમાળ નીચે ફસાયેલા લોકોને બચાવવા માટે જેસીબી અને કટરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જિલ્લા વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે. ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

પીએમ રિલીફ ફંડમાંથી બે-બે લાખ

પીએમ મોદીએ કહ્યું કે આ એક હૃદયદ્રાવક ઘટના છે. દુઃખની આ ઘડીમાં તેઓ શોકગ્રસ્ત પરિવારોની સાથે છે. તેમણે ઘાયલોને જલ્દી સ્વસ્થ થવાની કામના કરી છે. બીજી તરફ, પીએમઓએ કહ્યું કે મૃતકોના આશ્રિતોને પ્રધાનમંત્રી રાહત ફંડમાંથી 2-2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે અને ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.

સીએમ ભૂપેન્દ્ર પટેલે દરેકને 4 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી
ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે સીએમ રિલીફ ફંડમાંથી મૃતકોના આશ્રિતોને 4 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. પટેલે મોરબીના કલેક્ટર અને અન્ય અધિકારીઓને તાત્કાલિક રાહત અને બચાવ માટે સૂચના આપી છે.

gujarat news