અમદાવાદમાં કોરોના મહામારી વચ્ચે ખુલ્લામાં કેક કાપીને ફટાકડા ફોડ્યાં

09 September, 2020 08:52 PM IST  |  Gujarat | Gujarati Mid-day Online Correspondent

અમદાવાદમાં કોરોના મહામારી વચ્ચે ખુલ્લામાં કેક કાપીને ફટાકડા ફોડ્યાં

પ્રતીકાત્મક તસવીર

ગુજરાતમાં COVID-19 કેસમાં સતત વધારો થઈ રહ્યો છે એવામાં અમદાવાદમાં આવેલા એક રિપોર્ટ અનુસાર એક ગ્રુપે ખુલ્લામાં કેપ કાપીને ફટાકડા ફોડ્યાં હતા. રામોલ પોલીસે કહ્યું કે, શુક્રવારે મધરાતે તેઓ પેટ્રોલિંગ કરતા હતા ત્યારે એક મેસેજ આવ્યો કે વસ્ત્રાના નિરંત ચોક઼ીમાં 20થી 25 લોકો ફટાકડા ફોડીને ધમાલ કરી રહ્યા છે.

પોલીસ પહોંચી ત્યારે જોયુ કે 10 લોકો કેપ કાપી રહ્યા હતા અને અવાજ કરતા હતા. આમાંથી એકેય વ્યક્તિએ માસ્ક પહેર્યું નહોતું તેમ જ સોશ્યલ ડિસ્ટન્સિંગના નિયમનો ઉલ્લંઘન કર્યો હતો. પોલીસ ત્યાં પહોચી હોવાથી આ ગ્રુપ ભાગવાની કોશિશ કરી પરંતુ એક વ્યક્તિ મિરજ માલીવાડ (40)ને પોલીસે પકડ્યો જે વસ્ત્રાલના કલપરું રેસિડેન્સીમાં રહે છે.

નિરજે પૂછપરછમાં કહ્યું કે તે યશ ખાતિકાનો બર્થ ડે સેલિબ્રેટ કરતો હતો. પોલીસે માલિવાડ, ખાતિક અને અન્ય 10 વિરુદ્ધ આઈપીસીની કલમ 188 અંતર્ગત કેસ દાખલ કર્યો છે.

gujarat covid19