ગુજરાતમાં આજે કોવિડ-19ના 1091 નવા કેસ

18 October, 2020 09:36 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ગુજરાતમાં આજે કોવિડ-19ના 1091 નવા કેસ

પ્રતીકાત્મક તસવીર

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 52,141 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા જેમાંથી 1,091 કોરોના વાયરસના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેને લઇને કુલ આંકડો 1,59,726 પર પહોંચ્યો છે. મહત્વનું છે કે રાજ્યમાં રિકવરી રેટ વધીને 88.68 ટકા થયો છે.

રાજ્યમાં આજે 1,233 દર્દીઓ સાજા થતા કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો 1,41,652 પર પહોંચ્યો છે. આજે 9 દર્દીઓના મોત થતા કુલ મૃત્યુઆંક 3,638 પર પહોંચ્યો છે. જ્યારે એક્ટિવ કેસ 14,436 છે. જેમાં અમદાવાદ, સુરત, રાજકોટ, મહેસાણા, ગાંધીનગર, કચ્છ અને વડોદરામાં સૌથી વધુ એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 53,74,249 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

ગુજરાતમાં આજે કોરોના વાયરસે 9 દર્દીઓનો ભોગ લીધો છે. જેમાં અમદાવાદમાં 5, સુરતમાં 2, ગાંધીનગરમાં 1 અને વડોદરામાં 1 દર્દીનું સારવાર દરમિયાન મોત થયું છે. મહાનગરો બાદ મહેસાણામાં સૌથી વધુ દર્દીઓ સાજા થયા છે. સુરતમાં 270, અમદાવાદમાં 183, વડોદરામાં 78, જામનગરમાં 77 અને મહેસાણામાં 167 દર્દીઓ સાજા થયા છે.

gujarat coronavirus covid19