દિલ્હીમાં ભ્રષ્ટાચારની દુર્ગંધ નહી ઈમાનદારીની ખુશ્બુ આવે છે: CM રુપાણી

13 April, 2019 02:46 PM IST  | 

દિલ્હીમાં ભ્રષ્ટાચારની દુર્ગંધ નહી ઈમાનદારીની ખુશ્બુ આવે છે: CM રુપાણી

મુખ્ય પ્રધાન વિજય રુપાણીની સુરેન્દ્રનગર, ભાવનગરમાં રેલીઓ

ચૂંટણી પહેલા ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રુપાણી સુરેન્દ્રનગર, ભાવનગરમાં રેલીઓ યોજી રહ્યા છે.મુખ્ય પ્રધાન વિજય રુપાણીએ ચૂંટણી પહેલા સભામાં કહ્યુ છે કે, આજકાલ દિલ્હીથી ભ્રષ્ટાચારની દુર્ગંધ નહી પરંતુ ઈમાનદારીની સુગંધ આવે છે. વર્ષ 2014 પહેલા ભારતનું નામ દુનિયામાં ભ્રષ્ટાચારી દેશ તરીકે બદનામ હતું જો કે હવે મોદીજીના સત્તા પર આવ્યા પછી ભારતની તસવીર જલ્દીથી બદલાઈ રહી છે.

મોદી સરકારે ખેડુત સન્માન રાશિ યોજના પેટે 75 હજાર આપવાનો સંકલ્પ કર્યો છે

ખેડૂતોની વાત કરતા વિજય રુપાણીએ કહ્યું હતું કે, ખેડૂતોના હિત માટે ભાજપ સરકાર સતત કામ કરી રહી છે. નરેન્દ્ર મોદી દર વર્ષે 75,000 કરોડ રુપિયા ખેડૂત સન્માન રાશિ યોજના અંતર્ગત ખેડૂતોને આપવાનો સંકલ્પ કર્યો છે.

 

આ પણ વાંચો: રાહુલ ગાંધીના લગ્ન થાય, ઘરમાં કિલકારી ગૂંજે એવી ગુજરાત ભાજપના આ નેતાની ઈચ્છા

 

સભા દરમિયાન વિજય રુપાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કામકાજોની તારીફ કરી હતી અને યુપીએ સરકાર પર હુમલો બોલ્યો હતો. આ સભામાં વિજય રુપાણીએ કહ્યું હતું કે, દેશમાં હવે ભ્રષ્ટાચારની દુર્ગંધ નથી આવતી. નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બન્યા પછી દેશની તસવીર આંતરરાષ્ટ્રીય બદલાઈ છે. આ પહેલા દેશની તસવીર આંતરરાષ્ટ્રીય સ્તરે બદનામ હતું. છેલ્લા 5 વર્ષોમાં ભારતે ઘણી પ્રગતિ કરી છે.

gujarat Vijay Rupani