ગુજરાત અનલોક તરફ.. આજથી 50 ટકા ક્ષમતા સાથે તમામ ગતિવિધિઓ શરૂ

11 June, 2021 12:38 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

ગુજરાતમાં કોરોનાના સખતો નિયમોમાં આજથી કેટલીક છૂટ આપવામાં આવી છે. આજથી એટલે કે 11 જૂનથી 26 જૂન દરમિયાન સવારે 9 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી હોટલો અને રેસ્ટોરન્ટ ખુલ્લી રહેશે.

કોન્સેપ્ટ ફોટો

કોરોનાની મહામારીમાં લદાયેલા કેટલાક પ્રતિબંધોને આજથી હળવા કરવામાં આવ્યાં છે. કોરોનાના સખતો નિયમોમાં આજથી કેટલીક છૂટ આપવામાં આવી છે. આજથી એટલે કે 11 જૂનથી 26 જૂન દરમિયાન સવારે 9 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી હોટલો અને રેસ્ટોરન્ટ ખુલ્લી રહેશે. 50 ટકા લોકોને બેસવાની ક્ષમતા સાથે ચાલુ કરી શકાશે.   

આ દરમિયાન રાત્રી કર્ફ્યુનો અમલ રાત્રે 9 થી સવારના 6 વાગ્યા સુધી કરવાનો રહેશે. આજથી વાણિજ્યિક એકમો, દુકાનો,  લારી ગલ્લા, શોપિંગ સેન્ટર, માર્કેટયાર્ડ, બ્યુટી પાલર્ર, સલુન સહિતની વ્યાપારિક ગતિવિધિઓ સાંજના 7 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. એટલે કે હાલની સમયમર્યાદામાં એક કલાકનો વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત બાગ બગીચા અને જીમ પણ આ સમયગાળા દરમિયાન ખુલ્લા રહેશે. તેમજ લાઈબ્રેરી પણ 50 ટકા ક્ષમતા સાથે સવારના 6 થી સાંજના 7 સુધી ખુલ્લી રાખી શકાશે, પરંતુ કોરોના પ્રોટોકોલનું પાલન કરવાનું રહેશે. 

 આ ઉપરાંત આજથી રાજ્યમાં 50 ટકા ક્ષમતા સાથે કોઈ પણ રાજકીય, સામાજીક, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરી શકાશે. તેમજ ભક્તો માટે ધાર્મિક સ્થળોને ખુલ્લા મુકવામાં આવશે. પરંતુ એક સમયે 50 ટકાથી વધુ લોકો ભેગા ન થાય તે અંગે ખાસ તકેદારી રાખવાની રહેશે.   

gujarati mid-day gujarat corona gujarat unlock covid19