ગુજરાતમાંથી રાજ્યસભાની ચૂંટણી લડી શકે છે આ કેન્દ્રીય મંત્રી

03 June, 2019 05:12 PM IST  |  ગાંધીનગર

ગુજરાતમાંથી રાજ્યસભાની ચૂંટણી લડી શકે છે આ કેન્દ્રીય મંત્રી

એસ. જયશંકર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારમાં કેટલાક એવા મંત્રીઓનો પણ સમાવેશ કરાયો છે, જેઓ લોકસભા ચૂંટણી જીત્યા નથી. નિયમ પ્રમાણે આ મંત્રીઓએ હવે રાજ્યસભામાંથી ચૂંટાવું જરૂરી છે. સામે ભાજપના કેટલાક સાંસદો રાજ્યસભાની સાથે સાથે લોકસભામાં પણ જીત્યા છે, પરિણામે આ સાંસદોની રાજ્યસભાની બેઠકો ખાલી પડશે. જેમ કે ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને સ્મૃતિ ઈરાની ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ હતા, જો કે હવે તેઓ લોકસભાની ચૂંટણી જીતી ચૂક્યા છે, ત્યારે તેમની રાજ્યસભાની બેઠકો ખાલી પડી છે.

રાજ્યસભાની આ ખાલી પડેલી બેઠકો પર ફરીથી ચૂંટણી યોજાવાની છે, ત્યારે ગુજરાતમાં બે બેઠકો પરથી કોણ ચૂંટણી લડશે તેને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે. મોદી સરકારમાં વિદેશ પ્રધાનનું પદ સંભાળી રહેલા એસ. જયશંકર બંનેમાંથી એક પણ સદનના સભ્ય નથી. ત્યારે ગુજરાતમાં રાજ્યસભાની બેઠક પરથી એસ. જયશંકર ચૂંટણી લડે તેવી શક્યતાઓ છે. આગામી છ મહિનામાં એસ. જયશંકરે કોઈ પણ સદનમાં ચૂંટાવું જરૂરી છે. ત્યારે ભાજપ ગુજરાતમાં રાજ્યસભાની બેઠક પરથી તેમને ઉમેદવાર બનાવી શકે છે.

બીજી તરફ રામવિલાસ પાસવાનને બિહારથી ભાજપ રાજ્યસભાની ચૂંટણી લડાવી શકે છે. બિહારથી રાજ્યસભાના સાંસદ રવિશંકર પ્રસાદ પટના સાહિબ પરથી લોકસભાની ચૂંટણી જીત્યા છે, પરિણામે તેમની રાજ્યસભાની બેઠક પણ ખાલી પડી છે. ત્યારે આ બેઠક પરથી રામવિલાસ પાસવાન રાજ્યસબાના સાંસદ બની શકે છે.

આ પણ વાંચોઃ આખરે બલરામ થાવાણીએ માગી માફી, વાંચો શું હતો મામલો

ઉલ્લેખનીય છે કે એસ. જયશંકર ઉર્ફે સુબ્રમણ્યમ જયશંકર છેલ્લા 36 વર્ષથી વિદેશ મંત્રાલયમાં કામ કરી રહ્યા હતા. એસ. જયશંકરે દિલ્હીની સેન્ટ સ્ટીફેંસ કોલેજમાંથી ગ્રેજ્યુએશન અને JNUમાંથી ઈન્ટરનેશનલ રિલેશનમાં MAકર્યું છે. જાન્યુઆરી 2015થી 2018 સુધી વિદેશ સચિવ હોવા દરમિયાન મોદીના પહેલા કાર્યકાળ દરમિયાન તેમની વિદેશ નીતિને આકાર આપવામાં મહત્વની ભૂમિકા અદા કરી છે.

Rajya Sabha national news gujarat news