ગુજરાતમાં વરસાદ મોડો થતા વાવેતરમાં થયો ઘટાડો

14 June, 2019 04:19 PM IST  |  અમદાવાદ

ગુજરાતમાં વરસાદ મોડો થતા વાવેતરમાં થયો ઘટાડો

ગુજરાતમાં વાવેતરમાં ઘટાડો

વાયુ વાવાઝોડાની અસરના કારણે રાજ્યમાં ચોમાસું મોડું બેસી રહ્યું છે. સામાન્ય રીતે રાજ્યમાં 10 જૂન સુધીમાં ચોમાસાનું આગમન થઈ જતું હોય છે. અને ચોમાસું આવે તે પહેલા જ ચોમાસું પાકના વાવેતરની શરૂઆત થઈ જતી હોય છે. આ વખતે વરસાદ મોડો થવાના કારણે વાવેતર પર પણ અસર થયો છે.

આટલું વાવેતર ઓછું થયું
એક તો સિંચાઈ માટે પાણી નહીં અને ઉપરથી વરસાદ મોડો થયો છે. જેના કારણે ખેતી પર અસર પડી કહી છે. ગયા વર્ષ કરતા આ વર્ષે ઓછું વાવેતર થયું છે. ગયા વર્ષે 10 જૂન સુધીમાં 82 હજાર 646 હેક્ટરમાં વાવેતર થયું હતું ત્યારે આ વખતે 56 હજાર હેક્ટરમાં જ વાવેતર થયું છે. એટલે કે 26 હજાર 646 હેક્ટરમાં ઓછું વાવેતર નોંધાયું છે. અત્યાર સુધીમાં સૌથી વધુ વાવેતર કઠોળ, તેલીબિયાં અને ધાન્ય પાકોનું નોંધાયું છે.

ગયા વર્ષની સરખામણીએ વાવેતર

ધાન્ય પાક 2018(હેક્ટરમાં) 2019(હેક્ટરમાં)
ડાંગર 543 77
બાજરી 23 0
જુવાર    68 0
મકાઈ 146 175
કુલ 800 252


કઠોળ પાક 2018(હેક્ટરમાં) 2019(હેક્ટરમાં)
તુવેર 1663 3
મગ 15 5
અડદ 52 2
અન્ય 74 0
કુલ 1804 10


તેલીબિયાં 2018(હેક્ટરમાં) 2019(હેક્ટરમાં)
મગફળી 14368 5216
તલ 8 0
દિવેલા 5 0
સોયાબીન 367 136
કુલ 14748 5352


અન્ય પાક 2018(હેક્ટરમાં) 2019(હેક્ટરમાં)
કપાસ 47907 40109
ગુવાર 10 5
શાકભાજી    6502 3409
ઘાસચારો    10875 6863
કુલ 65294 50836

આ પણ વાંચોઃ વાયુ વાવાઝોડાથી ગુજરાત હવે સુરક્ષિત, નથી હવે કોઈ ખતરો: CM રુપાણી

ahmedabad gujarat