માઁ બહુચરના સાનિધ્યમાં આઠમની ખૂબ ધામધૂમથી ઉજવણી

15 April, 2019 12:43 PM IST  | 

માઁ બહુચરના સાનિધ્યમાં આઠમની ખૂબ ધામધૂમથી ઉજવણી

આઠમની ખૂબ ધામધૂમથી ઉજવણી

ચૈત્રી નવરાત્રીની ઉજવણી ખુબ ધૂમધામથી ઉજવણી કરવામાં આવી રહી છે. શક્તિપીઠ બહુચરાજીમાં ચૈત્રી નવરાત્રીને ખુબ મહત્વનું માનવામાં આવે છે અને તેની મહત્વતા પણ રહેલી છે. ચૈત્રી નવરાત્રીની આઠમના દિવસે બહુચરાજીમાં ધૂમધામ ઉજવવામાં આવે છે. રવિવાર રાત્રે 12 કલાકે માં બહુચરાજીની આઠમની પલ્લી ભરાઈ હતી જેમાં ગુજરાતભરના ભક્તો માતાના દર્શન કરવા આવ્યા હતા. માતાજીની પલ્લીના દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યુ હતું.

ચૈત્રી નવરાત્રીના આઠમા દિવસે માતા બહુચરના ધામે ઉજવણી ઉલ્લાસભેર કરવામાં આવી હતી. મંદિરના મંહતો દ્વારા બહુચર માતાજીના ગર્ભગૃહમાં શાસ્ત્રોક્ત વિધિવિધાન મુજબ ભૂદેવો દ્વારા નવખંડ ભરી માતાજીની આરાધના કરવામાં આવી હતી. આઠમના દિવસે બહુચરાજીમાં માતાજીના ગાદીગોર ગણાતા એટલે કે શુક્લા પરિવાર દ્વારા માં બહુચરની વિધિવત પૂજા કરવામાં આવી હતી. અને કમાલિયા, ગૌસ્વામી અને માળી પરિવારના લોકોને પરંપરા મુજબ પ્રસાદીની વહેચણી કરાઈ હતી.

 

આ પણ વાંચો: કચ્છ : માતાના મઢમાં માતાજીના જયઘોષ અને હવન સાથે ચૈત્ર નવરાત્રીની કરાઇ પુર્ણાહુતી

 

હિન્દુ ધર્મમાં આસો નવરાત્રીની જેમ ચૈત્રી નવરાત્રીનું પણ અનેરૂ મહત્વ છે. આદ્ય શક્તિ મહાશક્તિની આરાધના માટે ચૈત્રી નવરાત્રી ખાસ મનાય છે.ચૈત્રી નવરાત્રીની શરૂઆતએપ્રિલ શનિવારથી થઇ હતી. ચૈત્ર નવરાત્રીનો તહેવાર આ સમયે અત્યંત ફળદાયક માનવામાં આવે છે. ત્યારે આજે એટલે કે 14 એપ્રિલે રામ નવમી પર પુષ્ય નક્ષત્ર યોગનો સંયોગ બની રહ્યો છે. જેને પગલે કચ્છમાં વિશ્વ પ્રખ્યાત કુળદેવી આશાપુરા માતાના મઢમાં માતાજીના જયઘોષ સાથે હવન સાથે ચૈત્રી નવરાત્રીની પુર્ણાહુતી થઇ હતી.

gujarat gujarati mid-day