જયપુર: ગુજરાતના ડૉ. સ્મિતિને બેસ્ટ સ્પોર્ટ્સ કોમ્યુનિકેટરનો પુરસ્કાર

21 February, 2019 02:34 PM IST  |  જયપુર

જયપુર: ગુજરાતના ડૉ. સ્મિતિને બેસ્ટ સ્પોર્ટ્સ કોમ્યુનિકેટરનો પુરસ્કાર

ડૉ. સ્મિતિ પાઢીને પુરસ્કાર એનાયત

જયપુરમાં ગયા શુક્રવારે પબ્લિક રિલેશન કાઉન્સિલ ઑફ ઇન્ડિયા દ્વારા તેરમી ગ્લોબલ કોમ્યુનિકેશન કોન્ક્લેવ યોજાઇ હતી. તેમાં ગાંધીનગરની સ્વર્ણિમ સ્પોર્ટ્સ યુનિવર્સિટીના રમત-ગમત પત્રકારિતા વિભાગની કો-ઓર્ડિનેટર તેમજ સહાયક પ્રોફેસર ડૉ. સ્મિતિ પાઢીને ચાણક્ય પુરસ્કારો હેઠળ ના પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. આ પુરસ્કાર તેમને ભારતના મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનીલ અરોરા દ્વારા એનાયત કરવામાં આવ્યો.

ઉલ્લેખનીય છે કે ડૉ. સ્મિતિ પાઢી રાઉરકેલા, ઓડિશાના રહેવાસી છે. તેમનું ગ્રેજ્યુએશન ઓડિશાથી થયું છે. તેઓ રાજસ્થાન અને ઉત્તરપ્રદેશની મુખ્ય કોલેજોમાં મીડિયા શિક્ષક તરીકે પોતાની સેવાઓ આપી ચૂક્યા છે. હાલ તેઓ રમત-ગમત સંસ્કૃતિને લોકપ્રિય બનાવવા માટે વિવધ રમતો પર કેન્દ્રિત લગભગ દોઢસો દ્રશ્ય-શ્રાવ્ય (ઓડિયો વિઝ્યુઅલ) કાર્યક્રમોની સીરીઝ પર કામ કરી રહ્યા છે, જેના લગભગ 80 એપિસોડ્સ બની ચૂક્યા છે. આ કાર્યક્રમ ગુજરાત સરકારના રમત-ગમત વિભાગ સાથે સંબંધિત છે, જેને વંદે ગુજરાત ચેનલ પર પ્રસારિત કરવામાં આવે છે.

gujarat gandhinagar jaipur